OTT પરની સૌથી લોકપ્રિય સિરીઝ, 'પંચાયત'ની પાંચમી સીઝન 3 ડિસેમ્બર, 2026ના રોજ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, પ્રાઇમ વિડિયોએ એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન, 'બનરાકસ' અને 'દામાદ જી' સાથે જોવા મળી રહ્યા છે. દરમિયાન, તેમના દેખાવમાં ફુલેરાની ઝલક જોવા મળે છે. આ વીડિયોએ પંચાયત સીઝન 5ને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી છે.
'પંચાયત'નું શૂટિંગ સ્થળ એવા ફુલેરામાં કેવિન પીટરસનનું આગમન
પ્રાઈમ વિડિયો દ્વારા શેર કરવામાં આવેલા નવા વીડિયોમાં, કેવિન લખોટીઓ રમતો દેખાય છે. તે બનરાકાસ અને 'દમાદ જી' સાથે ફૂલેરા ગામની મુલાકાત લેતો પણ જોવા મળે છે. આ વીડિયોમાં કેવિન હિન્દીમાં બોલતો પણ સંભળાય છે. આ વીડિયો જોયા પછી, ચાહકો મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
તમે 'પંચાયત 5'ના ટ્રેલરમાં શું જોયું?
'પંચાયત 5'ના ટ્રેલરમાં જોવા મળે છે કે, એક તરફ રિંકી અને સચિવ વચ્ચે પ્રેમસંબંધ વધી રહ્યો હોય એવું લાગે છે, તો બીજી તરફ ફૂલેરામાં નવું શાસન આવે છે. આ શાસનની દોરી 'બનરાકસ' અને ‘ક્રાંતિ દેવી’ના હાથમાં છે. બંને પતિ-પત્નીએ પંચાયતની ચૂંટણી જીતીને નવા 'પ્રધાન અને 'પ્રધાન-પતિ'નું પદ મેળવ્યુ છે. જ્યારે ઉપ-પ્રધાન તરીકે બિનોદ અને માધવ જોડાયા છે, આ વચ્ચે મંજુ દેવી, બ્રિજભૂષણ, સચિવ, વિકાસ અને પ્રહલાદ કાકા માટે મુશ્કેલીઓ ઊભી થવાની છે.
'પંચાયત' સીઝન 5નું પ્રસારણ 240 દેશોમાં કરવામાં આવશે.
'પંચાયત'ની વાર્તા અભિષેક ત્રિપાઠીની આસપાસ ફરે છે, જે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. પરંતુ નોકરી ન મળતા તે ઉત્તર પ્રદેશના ફૂલેરા નામના એક કાલ્પનિક ગામમાં પંચાયત સચિવ બને છે. આ સિરીઝમાં જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ચંદન રોય, ફૈસલ મલિક અને દુર્ગેશ કુમાર સહિતના અનેક કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળે છે. ‘પંચાયત’ના પ્રથમ ચાર સીઝનની સફળતા બાદ, હવે પાંચમી સીઝનની જાહેરાત કરવામાં આવી છે, જે ૩જી ડિસેમ્બરથી ૨૪૦ દેશોમાં સ્ટ્રીમ થવાની શરૂઆત થશે.