સુરત: ઈંગ્લેન્ડ સામેની ભારતની અંડર - 19 વિમેન્સ T 20 ટુર્નામેન્ટનો વડોદરામાં પ્રારંભ થયો છે.પ્રથમ મેચમાં ભારતીય અંડર 19 ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 197 રન કર્યા હતા.ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો.
ઈંગ્લેન્ડ સામેની અંડર - 19 વિમેન્સ T 20 ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જ ભારત વતી રમી રહેલી સુરતની આખ્સાહ પરમારની અર્ધ સદી ભારતની જીતમાં નિર્ણાયક સાબિત થઈ હતી.
ભારત વતી છટ્ઠા ક્રમે આખ્સાહ પરમાર એ હાર્ડ હિટિંગ કરી હતી. તેણીએ 35 બોલમાં 3 સિક્સ 4 ફોર સાથે 52 રન બનાવી કમનસીબે રન આઉટ થઈ હતી.
ભારતની ઓપનર દિયા યાદવ 29 રન બનાવી આઉટ થઈ હતી. એ પછી ઇરા જાદવ 20 અને નિધિ મહતો 10 રન બનાવી આઉટ થઈ હતી. છટ્ઠા ક્રમે આવેલી સુરતની આખ્સાહ પરમાર એ મેદાન પર આવતાની સાથે જ ફટકાબાજી શહેરી કરી હતી.વિકેટ કીપર કેપ્ટન ભાવિકા આહિરે એ 9 ફોર અને 2સિકસ સાથે 33 બોલમાં 63 રન બનાવ્યા હતાં. એ પછી બીજા ક્રમે સર્વાધિક સ્કોર 35 બોલમાં આખ્સાહ પરમાર એ 52 રન નોંધાવ્યો હતો.ઈંગ્લેન્ડની ટીમ 19 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એ જોતાં ભારત આવેલી ઈંગ્લેન્ડની ટુરની પ્રથમ મેચમાં જ ભારતના વિજયમાં સુરતની ઓલરાઉન્ડર ક્રિકેટર આખ્સાહ પરમાર એ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત આ મેચમાં નવસારીની મૈત્રી મણિયારે પણ ભારત વિમેન્સ અંડર -19 વતી ડેબ્યુ કરી 2 વિકેટ લઇ સફળતા મેળવી હતી.
SDCA વતી રમતી આખ્સાહ પરમાર ગુજરાત અંડર 19 ટીમની કેપ્ટન રહી છે.સુરતની ગૌરી ગોયલ બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવનારી આખ્સાહ પરમાર SDCAની બીજી ખેલાડી બની છે.
સુરતના મુગલીસરા આઈ.પી.મિશન સ્કૂલ નજીક રહેતી આખ્સાહ સોરેન્સ પરમારની પસંદગી ભારત આવેલી ઈંગ્લેન્ડ સામેની 5 T20 મેચોની સિરીઝ માટે થઈ હતી.પ્રથમ મેચમાં જ એણે ધમાકેદાર પોતાની હાજરી નોંધાવી છે.આ ટૂર્નામેન્ટની 2 મેચ વડોદરાને અને ત્રણ મેચ(1,3,6 ડિસેમ્બર) સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં રમાશે.
પ્રથમ મેચમાં જ આખ્સાહ એ પોતાની પસંદગીને યોગ્ય ઠેરવી છે.એને લઈ સુરતના મહિલા ક્રિકેટ ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ છે. SDCAના પ્રમુખ કનૈયાભાઇ કોન્ટ્રાકટર, સેક્રેટરી હિતેશ પટેલ, ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઈ, ઉપપ્રમુખ અમિત ગજ્જર સહિતના હોદ્દેદારો, કોચ, ખેલાડીઓ અને ક્રિકેટપ્રેમીઓએ અચસાને અભિનંદન પાઠવી ઈંગ્લેન્ડ સામેની આગામી મેચોમાં સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરી છે.
ગુજરાતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પરમારે કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ, આસામ, હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને વિદર્ભ સામેની પાંચ મેચમાં તેણે કુલ 12 વિકેટ ઝડપી હતી. આ સાથે તે સમગ્ર ટુર્નામેન્ટમાં બીજી સૌથી વધુ વિકેટ ઝડપનારી બોલર બની હતી.