બનાવની વન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના ગોડથલના ઝાડી ફળિયા ખાતે રહેતા અજયભાઇ વસનભાઇ પટેલ ગુરુવારની સવારના સાડા સાતેક વાગ્યાના સમય દરમ્યાન મોટરસાઇકલ પર ચીખલી ખાતે નોકરીએ જઈ રહ્યા હતા. આ દરમ્યાન કણભઇથી ચીખલી તરફ જતા માર્ગ પર અચાનક દીપડો આવી ચઢતાં મોટર સાયકલ સવાર અજયભાઇ પર હુમલો કરતા તેમના પગના ભાગે ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે રૂમલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.