મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અનેક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા છે.
મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર સ્પેશિયલ (09085/09086) હવે અઠવાડિયામાં 3 દિવસ દોડશે. 09085 સોમ, બુધ, શુક્રવારે અને 09086 મંગળ, ગુરુ, શનિવારે દોડશે. તેના ફેરા 28-29 ડિસેમ્બર સુધી લંબાવાયા છે. મુંબઈ-ઈન્દોર બીજી સ્પેશિયલ (09079/09080) 29-30 ડિસેમ્બર સુધી, મુંબઈ-ભિવાની (09001/09002) 29-30 ડિસેમ્બર સુધી ચાલશે.
વલસાડ-દાનાપુર (09025/09026) 14-15 ડિસેમ્બર, ઉધના-હસનપુર રોડ (09041/09042) 12-14 ડિસેમ્બર, ઉધના-મધુબની (09151/09152) 11-13 ડિસેમ્બર, અમદાવાદ-દરભંગા (09465/09466) 11-14 ડિસેમ્બર અને ડૉ. આંબેડકર નગર-દાનાપુર (09343/09344) 10-11 ડિસેમ્બર સુધી લંબાવાઈ છે.
વિસ્તૃત ફેરાનું બુકિંગ 27 નવેમ્બરથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે.