સુરત મહાનગરપાલિકા સંચાલિત વરાછા મીની બજાર સ્થિત સ્વિમિંગ પૂલની હાલત મરામતના માત્ર એક વર્ષમાં જ ખખડી ગઈ છે. અહીં તરવા આવતા લાભાર્થીઓએ વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી.
પહેલાં તંત્ર દ્વારા મોટરમાં ખામી હોવાનું બહાનું બતાવવામાં આવ્યું હતું. મોટર બદલ્યા પછી પણ પાણીની ગુણવત્તા સુધરી નથી અને પાણી હજુ પણ ખરાબ રહે છે. આ કારણે સ્વિમિંગ પૂલમાં તરવા આવતા સભ્યોમાં ચામડીના રોગ થવાની દહેશત વ્યાપી છે.
લાભાર્થીઓએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક હલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ પૂલના પાણીની ગુણવત્તા સુધારે અને જાળવણીનું યોગ્ય ધ્યાન રાખે.