વધતી ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવે ગોરખપુર અને છપરા માટે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવશે.
પ્રથમ ટ્રેન 05092 બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ 25 નવેમ્બરે બપોરે 1:45 વાગ્યે ઉપડશે. તે બોરિવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, આગ્રા, કાનપુર થઈને બીજા દિવસે રાત્રે 11:55 વાગ્યે ગોરખપુર પહોંચશે. પરત 05091 ટ્રેન 23 નવેમ્બરે રાત્રે 9:55 વાગ્યે ગોરખપુરથી ઉપડશે.
બીજી ટ્રેન 05186 બાંદ્રા-છપરા 27 નવેમ્બરે સવારે 10:45 વાગ્યે ઉપડશે અને 29 નવેમ્બરે રાત્રે 1:30 વાગ્યે છપરા પહોંચશે. તે સુરત, વડોદરા, પ્રયાગરાજ, બનારસ, મઉ, બલિયા થઈને જશે. પરત ટ્રેન 25 નવેમ્બરે છપરાથી ઉપડશે.
ત્રીજી ટ્રેન 05116 ઉધના-છપરા 26 નવેમ્બરે સવારે 10 વાગ્યે ઉધનાથી ઉપડશે. તે વ્યારા, ભુસાવલ, જબલપુર, વારાણસી, આઝમગઢ થઈને છપરા જશે. બુકિંગ 24 નવેમ્બરથી શરૂ થયું છે.