ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 308/202425 હેઠળ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 કમ્બાઈન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની મુખ્ય પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્ય પરીક્ષા 28 અને 29 નવેમ્બરના રોજ યોજાશે, જેમાં 28 નવેમ્બરે સવારે 9 થી 12 દરમિયાન ગુજરાતી લેંગ્વેજ સ્કીલનું 100 ગુણનું પેપર-1 અને બપોરે 3 થી 6 દરમિયાન અંગ્રેજી લેંગ્વેજ સ્કીલનું 100 ગુણનું પેપર-2 લેવાશે, જ્યારે 29 નવેમ્બરે બપોરે 3 થી 6 દરમિયાન જનરલ સ્ટડીઝનું 100 ગુણનું પેપર-3 લેવામાં આવશે. પરીક્ષા માટેના પ્રવેશપત્ર કોલલેટર તા.23 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાથી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. ઉમેદવારોએ તા.27 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યા સુધીમાં કોલલેટર ડાઉનલોડ કરી લેવાના રહેશે. કોલલેટર વિના ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. મંડળ દ્વારા આ પરીક્ષામાં ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોઈ તમામ ઉમેદવારોએ કોલલેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર અને કોલ ટાઈમના 30 મિનિટ પહેલા પરીક્ષા સ્થળે હાજર રહેવું ફરજિયાત છે. સમયસર નહીં પહોંચનારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે ઉમેદવારોએ અસલ ઓળખપત્ર આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ જેવી એક સાથે રાખવું ફરજિયાત છે.