વડોદરા શહેરમાં એક તરફ નાગરિકો પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળવાની સમસ્યાને લઈને તંત્ર સામે વારંવાર વિરોધ નોંધાવી રહ્યા છે,,, ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લાખો લિટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે,. શહેરના હરિનગર બ્રિજની નીચેથી ઇસ્કોન મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પીવાના પાણીની લાઈનમાં એક સાથે બે જગ્યાએ ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે,.

આ ઘટના અંગે સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, પાણીની લાઈનમાં આ ભંગાણ આજે જ સર્જાયું છે. લાઈનમાં ભંગાણ પડ્યા બાદ પાણી એટલા ઊંચા પ્રેશરથી બહાર ફૂટી રહ્યું છે કે જોતજોતામાં લાખો લિટર ચોખ્ખું અને પીવાલાયક પાણી વ્યર્થ વહી ગયું છે,. જે વિસ્તારમાં આ ઘટના બની છે તે ઇસ્કોન મંદિર પાસેનો માર્ગ છે, જે વોર્ડ નંબર ૧૦ ની હદમાં આવે છે, જ્યારે તેની બરાબર સામેનો ભાગ વોર્ડ નંબર ૧૧ ની સીમામાં આવતો હોવાનું જણાઈ રહ્યું છે,.
શહેરના અનેક વિસ્તારોમાં જ્યારે લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે તંત્રના પાપે થઈ રહેલા આ પાણીના બગાડથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,. સ્થાનિકોમાં એવી પ્રબળ લોકમાંગ ઊઠી છે કે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવે,. જો આ લાઈનની કામગીરીમાં સંબંધિત કોન્ટ્રેક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કે બેદરકારી દાખવવામાં આવી હોય, તો તેની સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. હવે પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને આ ભંગાણનું સમારકામ હાથ ધરીને કિંમતી પાણીનો વેડફાટ ક્યારે અટકાવે છે, તે આવનાર સમય જ બતાવશે.