વલસાડ: નાનાપોંઢા તાલુકાના સુખાલા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય અને યુથ મહામંત્રી કુંજાલી દીપકભાઈ પટેલને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદે બઢતી આપવામાં આવી છે. આ નિમણૂંકથી વલસાડ જિલ્લા સહિત નાનાપોંઢા તાલુકાના કોંગ્રેસી કાર્યકરો અને યુવા આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરેથી સંગઠન માટે કાર્ય કરતા કુંજાલી પટેલને હવે પ્રદેશ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા તેમના રાજકીય કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીનો ઉમેરો થયો છે. નોંધનીય છેકે, નાનાપોંઢા તાલુકા પ્રમુખ હરેશ પટેલ દ્વારા તેમને પક્ષ વિરોધી પ્રવૃતિ મુદ્દે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતાં. ત્યારે હવે તેમને પ્રદેશ સ્તરે મોટી જવાબદારી આપવામાં આવી છે, એ દર્શાવે છેકે પ્રદેશ મોવડી મંડળ તેમની સાથે છે. જોકે જિલ્લા કોંગ્રેસના આગેવાનો આ મુદ્દે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો છે.