વાપી : વાપી જીઆઈડીસી વિનંતી નાકાથી ડુંગરી ફળિયા તરફ જતા માર્ગ પર પગપાળા જઈ રહેલી બે મહિલાને પીકઅપ વાહને અડફેટે લીધી હતી. જેમાં બે પૈકી એક મહિલાનું મોત નિપજયું હતું. મૂળ મહારાષ્ટ્ર અને હાલ ચણોદ ગામ સ્થિત કર્મભૂમિ એપાર્ટમેન્ટમાં બબન રામચંદ્ર સકપાલ (ઉં.આ.60) રહે છે. પત્ની સુવર્ણા (ઉં.41) તા તેમની બહેનપણી સંજનાદેવી સુમનકુમાર કુર્મી કંપનીમાંથી ઘરે પગપાળા આવતા હતા ત્યારે વાપી જીઆઈડીસી વિનંતી નાકાથી ડુંગરી ફળિયા તરફ જતા માર્ગ પાસેથી પસાર થઈ રહેલી પીકઅપ વાહનની અડફેટે આવી ગયા હતાં. આ અકસ્માતમાં બંને ઈજાગ્રસ્ત થયા હતા અને એમ્બ્યુલન્સ મારફત વાપી સરકારી હોસ્પિટલ ખસેડયા હતા જયાં તબીબે સુવર્ણાને મૃત જાહેર કરી હતી.
જયારે બહેનપણીને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ હતી. અકસ્માત કરનાર પીકઅપ વાહનચાલક મિલન ઉર્ફે ચિરાગ વિનોદભાઈ ચંદ્રા (રહે. વાપી ટાઉન) સામે બબને વાપી ટ્રાફિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.