હૃતિક રોશનની 2003માં આવેલી ફિલ્મ ‘કોઈ... મિલ ગયા’માં બિટ્ટુની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા અનુજ અનિલ શર્મા ઉર્ફે અનુજ પંડિત શર્માએ ડૉ. પ્રભજોત ચાવલા સાથે લગ્ન કરી લીધાં છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ અંગત સમારોહમાં હિન્દુ અને શીખ બંને પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગે અનુજે ઓફ-વ્હાઇટ રંગની એમ્બ્રોઇડરીવાળી શેરવાની પહેરી હતી, જ્યારે પ્રભજોત લાલ રંગના પરંપરાગત બ્રાઇડલ લહેંગામાં જોવા મળી હતી.
લગ્નની વિધિ દરમિયાન પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુરુદ્વારામાં શીખ રીતરિવાજ મુજબ આનંદ કરજ સમારોહ યોજાયો હતો. બંને પરંપરાઓના સુંદર સમન્વય સાથે યોજાયેલા આ લગ્નની ઝલક સામે આવતાં અનુજના ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે. ફિલ્મમાં બિટ્ટુના પાત્રથી દર્શકોના મનમાં સ્થાન બનાવનાર અનુજ હવે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે.