કાર્લોસ અલ્કારાઝે એલેક્ઝાન્ડર ઝ્વેરેવને સીધા સેટમાં હરાવીને એટીપી ફાઇનલ્સ ટેનિસ ટુર્નામેન્ટ જીતી, કેરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર અને એટીપી ફાઇનલ્સ જીતનાર ચોથો ખેલાડી બન્યો હતો. આ પહેલાં આ સિદ્ધિ માત્ર આન્દ્રે અગાસી, રોજર ફેડરર અને નોવાક જોકોવિચના નામે હતી.
એટીપી ફાઇનલ્સની ચેમ્પિયનશિપ મેચમાં અલ્કારાઝે ટોચના ક્રમાંકિત ઝ્વેરેવને 6-2, 7-6 (7) થી હરાવ્યો, અને ચારેય ગ્રાન્ડ સ્લેમ અને સિઝનની અંતિમ ઇવેન્ટ જીતનારા ખેલાડીઓના વિશિષ્ટ ક્લબમાં જોડાયો. ડાબા પગના સ્નાયુઓની ઈજા અને સાડા ચાર મહિનાના વિરામ બાદ વાપસી કરનાર અલ્કારાઝનો આ સતત 14મો વિજય છે, જેનાથી તેને અંદાજે 5.2 મિલિયન ડોલરની ઈનામી રકમ મળી છે. બીજી તરફ, પગની ઘૂંટીની ઈજાથી પીડાતા ઝ્વેરેવે બીજા સેટના ટાઈબ્રેકરમાં ત્રણ સેટ પોઈન્ટ ગુમાવ્યા હતા. હવે બંને ખેલાડીઓ મંગળવારથી શરૂ થતા ડેવિસ કપ ફાઇનલ 8માં પોતપોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે.
અલ્કારાઝે કહ્યું કે આ દિગ્ગજ ખેલાડીઓ સાથે મારું નામ જોડાયું તે મારા માટે ગર્વની વાત છે. ઝ્વેરેવે પણ પછી અલ્કારાઝની પ્રશંસા કરતા કહ્યું કે તે અમારી રમતનો સાચો દિગ્ગજ છે અને તે ફક્ત 23 વર્ષનો જ છે. દરમિયાન, થિયો એરિબેઝ અને અલ્બાનો ઓલિવેટ્ટીની ફ્રેન્ચ જોડીએ માર્સેલો અરેવાલો અને મેટ પેવિકને 3-6, 7-6(2), 10-6 થી હરાવીને ડબલ્સ ટ્રોફી જીતી.