સંગીત જગતના પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ્સ 2027 માટે નોમિનેશન્સની જાહેરાત કરી દેવામાં આવી છે. 69મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં બ્રિટિશ ગાયિકા રે (RAYE) સૌથી વધુ 11 નોમિનેશન સાથે મોખરે છે. રોઝાલિયાને નવ, જ્યારે એલા લેંગલી, મિરાન્ડા લેમ્બર્ટ, ઓલિવિયા રોડ્રિગો અને ફોબી બ્રિજર્સને સાત-સાત નોમિનેશન મળ્યાં છે. બ્રુનો માર્સ, લિયોન થોમસ અને ઓલિવિયા ડીનને છ-છ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. ટેલર સ્વિફ્ટ, મેડોના અને એરિયાના ગ્રાન્ડે સહિત અનેક લોકપ્રિય કલાકારો પણ વિવિધ કેટેગરીમાં નોમિનેટ થયા છે.
રેને તેના આલ્બમ ‘ધિસ મ્યુઝિક મે કન્ટેઇન હોપ’ અને ગીત ‘વ્હેર ઇઝ માય હસબન્ડ!’ માટે મહત્ત્વનાં નોમિનેશન મળ્યાં છે. તેનું આ ગીત ‘રેકોર્ડ ઓફ ધ યર’ અને ‘સોંગ ઓફ ધ યર’ બંને કેટેગરીમાં સામેલ છે. આ ઉપરાંત રેને ‘આલ્બમ ઓફ ધ યર’ સહિત અન્ય કેટેગરીમાં પણ નોમિનેશન મળ્યાં છે. એક જ વર્ષમાં 11 નોમિનેશન સાથે તેણે મહિલા કલાકાર તરીકે બેયોન્સના રેકોર્ડની બરાબરી કરી છે.
આ વર્ષે બેયોન્સે પણ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેને તેના ગીત ‘મોર્નિંગ ડ્યૂ (ડૉન્ક)’ માટે ‘બેસ્ટ R&B સોલો પર્ફોર્મન્સ’ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ સાથે તેની કારકિર્દીનાં કુલ ગ્રેમી નોમિનેશનની સંખ્યા 100 થઈ ગઈ છે. આ સિદ્ધિ સાથે તે ગ્રેમી ઇતિહાસમાં સૌથી વધુ નોમિનેશન મેળવનારી કલાકાર તરીકે પોતાનું સ્થાન જાળવી રહી છે.
રોઝાલિયાને તેના આલ્બમ ‘લક્સ’ માટે નવ નોમિનેશન મળ્યાં છે. એલા લેંગલી અને મિરાન્ડા લેમ્બર્ટને સાત-સાત, જ્યારે ઓલિવિયા રોડ્રિગો અને ફોબી બ્રિજર્સને પણ સાત-સાત નોમિનેશન મળ્યાં છે. બ્રુનો માર્સ અને ઓલિવિયા ડીનને છ-છ નોમિનેશન મળ્યાં છે. મેડોનાનું આલ્બમ ‘કન્ફેશન્સ II’ બેસ્ટ ડાન્સ/ઇલેક્ટ્રોનિક આલ્બમની કેટેગરીમાં સામેલ થયું છે. આ વર્ષે ગ્રેમી એવોર્ડ્સમાં બેસ્ટ એશિયન પોપ મ્યુઝિક પર્ફોર્મન્સ સહિત પાંચ નવી કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.
69મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સનું આયોજન 7 ફેબ્રુઆરી, 2027ના રોજ લોસ એન્જલસના ક્રિપ્ટો.કોમ એરેના ખાતે થશે. સમારોહનું જીવંત પ્રસારણ ABC પર કરવામાં આવશે અને દર્શકો તેને Disney+ તથા Hulu પર પણ જોઈ શકશે. આ વખતે ગ્રેમી એવોર્ડ્સનું પ્રસારણ 1972 પછી પ્રથમ વખત ABC પર પરત ફરી રહ્યું છે. મુખ્ય સમારોહ પહેલાં મોટાભાગની કેટેગરીના વિજેતાઓની જાહેરાત થનારો પ્રીમિયર સમારોહ પણ યોજાશે, જેનું પ્રસારણ Disney+ પર કરવામાં આવશે.
આ વર્ષે નોમિનેશન માટે 31 ઓગસ્ટ, 2025થી 28 ઓગસ્ટ, 2026 દરમિયાન રિલીઝ થયેલાં સંગીત અને રેકોર્ડિંગ્સને ધ્યાનમાં લેવામાં આવ્યાં છે. અંતિમ મતદાન 10 ડિસેમ્બર, 2026થી 7 જાન્યુઆરી, 2027 દરમિયાન થશે. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ વિજેતાઓનાં નામ જાહેર થશે.
ગ્રેમી એવોર્ડ્સ 2027ની મુખ્ય કેટેગરીઓમાં નોમિનેશન્સ:
સોંગ ઓફ ધ યર
- ‘બર્ગહેઇન’ – રોઝાલિયા, બજોર્ક અને યવેસ ટ્યુમર
- ‘ચૂઝિન ટેક્સાસ’ – એલા લેંગલી
- ‘ધ ક્યોર’ – ઓલિવિયા રોડ્રિગો
- ‘હેટ ધેટ આઈ મેડ યુ લવ મી’ – એરિયાના ગ્રાન્ડે
- ‘આઈ ન્યુ ઇટ, આઈ ન્યુ યુ’ – ટેલર સ્વિફ્ટ
- ‘મેન આઈ નીડ’ – ઓલિવિયા ડીન
- ‘રિસ્ક ઇટ ઓલ’ – બ્રુનો માર્સ
- ‘વ્હેર ઇઝ માય હસબન્ડ!’ – રે
આલ્બમ ઓફ ધ યર
- ‘લોસ્ટ વીકએન્ડ’ – ફોબી બ્રિજર્સ
- ‘ધ આર્ટ ઓફ લવિંગ’ – ઓલિવિયા ડીન
- ‘ડેન્ડેલિયન’ – એલા લેંગલી
- ‘ધ રોમેન્ટિક’ – બ્રુનો માર્સ
- ‘ધિસ મ્યુઝિક મે કન્ટેઇન હોપ’ – રે
- ‘યુ સીમ પ્રીટી સેડ ફોર અ ગર્લ સો ઇન લવ’ – ઓલિવિયા રોડ્રિગો
- ‘લક્સ (કમ્પ્લીટ વર્ક્સ)’ – રોઝાલિયા
- ‘ધ લાઇફ ઓફ અ શોગર્લ’ – ટેલર સ્વિફ્ટ
રેકોર્ડ ઓફ ધ યર
- ‘મેન આઈ નીડ’ – ઓલિવિયા ડીન
- ‘ચૂઝિન ટેક્સાસ’ – એલા લેંગલી
- ‘આઈ જસ્ટ માઇટ’ – બ્રુનો માર્સ
- ‘વ્હેર ઇઝ માય હસબન્ડ!’ – રે
- ‘ધ ક્યોર’ – ઓલિવિયા રોડ્રિગો
- ‘બર્ગહેઇન’ – રોઝાલિયા, બજોર્ક અને યવેસ ટ્યુમર
- ‘ધ ફેટ ઓફ ઓફેલિયા’ – ટેલર સ્વિફ્ટ
- ‘ડ્રેક્યુલા’ – ટેમ ઇમ્પાલા અને જેની
બેસ્ટ રેપ પર્ફોર્મન્સ
- ‘ગુડ ફ્લર્ટ્સ’ – બેબી કીમ, કેન્ડ્રિક લામર અને મોમો બોયડ
- ‘એરટાઇમ’ – કાર્ડી બી
- ‘રન ઇટ બેક!!’ – ડી લા સોલ અને નાસ
- ‘લેટ એમ નો’ – ટી.આઈ.
- ‘બોડી’ – ડોન ટોલિવર
બેસ્ટ પોપ ડ્યુઓ/ગ્રુપ પર્ફોર્મન્સ
- ‘રનવે’ – લેડી ગાગા અને ડોઇચી
- ‘બ્રિંગ યોર લવ’ – મેડોના અને સબરીના કાર્પેન્ટર
- ‘ક્લિક ક્લેક સિમ્ફની’ – રે અને હાન્સ ઝિમર
- ‘ધ લાઇફ ઓફ અ શોગર્લ’ – ટેલર સ્વિફ્ટ અને સબરીના કાર્પેન્ટર
- ‘ડ્રેક્યુલા’ – ટેમ ઇમ્પાલા અને જેની
બેસ્ટ રેપ આલ્બમ
- ‘ડિલિજન્સ II’ – બુસ્ટા રાઇમ્સ
- ‘એમ આઈ ધ ડ્રામા?’ – કાર્ડી બી
- ‘ગોડ ગોટા આફ્રો એન્ડ ગોલ્ડ હૂપ્સ’ – રેપ્સોડી
- ‘ઓક્ટેન’ – ડોન ટોલિવર
- ‘એવરીથિંગ ઇઝ અ લોટ’ – વેઇલ
- ‘બુલી – ડિલક્સ’ – કાન્યે વેસ્ટ (યે)
બેસ્ટ એશિયન પોપ મ્યુઝિક પર્ફોર્મન્સ
- ‘સનસેટ કિસ’ – બેબીમેટલ અને પોલીફિયા
- ‘ઉનાંગ કિલિગ’ – બિની
- ‘બેંગ બેંગ’ – આઇવ
- ‘404 (ન્યૂ એરા)’ – કિકી
- ‘યેસ’ – લિસા
- ‘વિઝા’ – SB19