સામગ્રી
500 ગ્રામ લોટસ સ્ટેમ (કમળકાકડી)
સ્વાદાનુસાર મીઠું, મરી
1/4 કપ કોર્નફલોર
1 ટેબલસ્પૂન તેલ
તળવા માટે તેલ
2 ટેબલસ્પૂન સમારેલું લસણ
2 ટેબલસ્પૂન સમારેલાં લીલા કાંદાનો સફેદ ભાગ
1 ટીસ્પૂન સમારેલું આદુ
1 ટીસ્પૂન સમારેલાં લીલાં મરચાં
2 નંગ કેપ્સિકમ
સોસ
2 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ
2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ
2 ટેબલસ્પૂન સોયા સોસ
સ્વાદાનુસાર મીઠું, મરી
1 ટેબલસ્પૂન કોર્નફલોર
100 ML પાણી
1 ટેબલસ્પૂન લીલા કાંદા
રીત
* લોટસ સ્ટેમને છોલી, ધોઇ, પાતળી સ્લાઈસ કરો.
* એક બાઉલમાં લોટસ સ્ટેમ, મીઠું, મરી, કોર્ન ફલોર મિકસ કરો.
* એક કઢાઈમાં તેલ ગરમ કરી લોટસ સ્ટેમને મધ્યમ તાપે ક્રિસ્પ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.
* એક પેનને મધ્યમ તાપે ગરમ કરી તેમાં તેલ, લસણ, લીલા કાંદાનો સફેદ ભાગ, આદુ અને મરચાં નાખી એક મિનિટ સાંતળો. તેમાં કેપ્સિકમ નાખી એક મિનિટ સાંતળો.
* તેમાં બધા સોસ અને મીઠું, મરી નાખી 1-2 મિનિટ થવા દો.
* એક બાઉલમાં કોર્નફલોર અને પાણી મિકસ કરી પેનમાં નાખો અને 2-3 મિનિટ અથવા સોસ જાડો થાય ત્યાં સુધી થવા દો. ત્યારબાદ તેમાં લોટસ સ્ટેમ-નાખી મિકસ કરો.
* તેમાં લીલા કાંદા નાખી તરત જ સર્વ કરો.