બાંગ્લાદેશના કાયદા પ્રધાન મોહમ્મદ અસદુઝ્ઝમાંને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને દોષિત ગુનેગાર ગણાવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને ભારતથી પરત લાવવા માટે પ્રત્યાર્પણની વિનંતી કરી છે. સરકાર તેમને દેશમાં પાછાં લાવવા માટે જરૂરી તમામ કાયદાકીય પગલાં લઈ રહી છે અને આ સમગ્ર પ્રક્રિયામાં નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં આવશે. ઢાકામાં એક તાલીમ વર્કશોપના ઉદ્ઘાટન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કાયદા પ્રધાને આ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બાંગ્લાદેશની ટ્રિબ્યુનલ દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યા હોવાથી સરકારની નજરમાં શેખ હસીનાની ઓળખ એક ગુનેગાર તરીકેની છે. તેમના જણાવ્યા અનુસાર, સરકારનો હેતુ તેમને ભારતથી પરત લાવવાનો છે અને તે માટે તમામ જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશના કાયદા પ્રધાન મોહમ્મદ અસદુઝ્ઝમાંને રવિવારે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને 'દોષિત ગુનેગાર' ગણાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને ભારતથી પરત લાવવા માટે પ્રત્યાર્પણ સંધિ હેઠળ વિનંતી કરી છે. સરકાર તેમને દેશમાં પાછાં લાવવા માટે જરૂરી તમામ કાયદાકીય પગલાં લઈ રહી છે અને આ સમગ્ર પ્રક્રિયામાં નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં આવશે. ઢાકામાં એક તાલીમ વર્કશોપના ઉદ્ઘાટન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કાયદા પ્રધાને આ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બાંગ્લાદેશની ટ્રિબ્યુનલ દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યાં હોવાથી સરકારની નજરમાં શેખ હસીનાની ઓળખ એક ગુનેગાર તરીકેની છે. તેમના જણાવ્યા અનુસાર, સરકારનો હેતુ તેમને ભારતથી પરત લાવવાનો છે અને તે માટે તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લાવવાના પ્રયાસો અંગે પૂછવામાં આવતા અસદુઝ્ઝમાંને જણાવ્યું હતું કે સરકાર આ મામલે લાગણીઓના આધારે નહીં, પરંતુ કાયદા અને યોગ્ય પ્રક્રિયા અનુસાર આગળ વધશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે શેખ હસીનાને પરત લાવવા માટે જે પણ કાયદાકીય પગલાં જરૂરી હશે તે લેવામાં આવશે. કાયદા પ્રધાને વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ મામલે કાયદા મંત્રાલય સીધી રીતે સંકળાયેલું નથી, પરંતુ ભારત સાથેની પ્રત્યાર્પણ સંધિને કારણે ગૃહ મંત્રાલય આ પ્રક્રિયા સંભાળી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારને સંધિ હેઠળ શેખ હસીનાને પરત સોંપવા માટે વિનંતી કરવામાં આવી છે. હવે આ અંગે નિર્ણય લેવાની જવાબદારી ભારત સરકારની છે.
તેમણે કહ્યું હતું કે જો ભારત સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપે છે તો તેમની સામે આગળની કાર્યવાહી દેશના કાયદા અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ કરવામાં આવશે. બીજી તરફ, ભારતે અગાઉ પ્રત્યાર્પણ અંગેની વિનંતી મળી હોવાની પુષ્ટિ કરી હતી અને આ મામલો સ્થાપિત પ્રક્રિયા હેઠળ તપાસવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપવા અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે શેખ હસીના 5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશમાં થયેલા વ્યાપક જનઆંદોલન બાદ દેશ છોડીને ભારત આવી ગયાં હતાં. ત્યારબાદ નવેમ્બર 2025માં બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે 2024ના આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં તેમની ગેરહાજરીમાં તેમને દોષિત ઠરાવ્યાં હતાં. આ કેસમાં તેમને એક આરોપ હેઠળ મૃત્યુદંડ અને બીજા આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. શેખ હસીનાએ આ આરોપો અને ટ્રિબ્યુનલની કાર્યવાહી સામે વાંધો વ્યક્ત કર્યો છે.