સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક નમો કમલમ્ ખાતે યોજાઈ હતી. ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રાજુભાઈ ચૌધરીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને આગામી સમયમાં હાથ ધરાનારી કામગીરી અંગે ચર્ચા થઈ હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના મંત્રી ગૌતમભાઈ ગોસ્વામી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ તમાલિયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી બાબુભાઈ રામ અને પ્રમુખ નનુભાઈ ખેર હાજર રહ્યા હતા. મહામંત્રીઓ શિવરાજભાઈ ખાચર અને મહેશભાઈ ટાંક સહિત વિવિધ મંડળોના પ્રમુખો, મહામંત્રીઓ અને જિલ્લા બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં પક્ષના સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા, કાર્યકરોની ભાગીદારી વધારવા અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન અપાયું હતું.