નવી ફિલ્મો આવી નથી અને જૂની ફિલ્મો જોવા કોઇ રાજી નથી

 (પ્રતિનિધિ)          વડોદરા,તા.૧૫ કોરોનાની મહામમારી વચ્ચે સામાન્ય જનજીવન ધબકવા માંડયુ છે. રાજ્ય સરકારે શાળા – કોલેજા તેમજ ક્લાસીસોને બાદ કરતા તમામ ધંધા વ્યવસાયને છૂટ આપી છે. આજથી મલ્ટીપ્લેક્સ થિયેટરો તેમજ ટોકિઝો શરૂ થઇ છે, પણ જૂની ફિલ્મો બતાવવાના હોઇ આજે પહેલા દિવસે સરકારે સામાન્ય જીંદગીઓને તેમજ ધંધા રોજગાર વ્યાપારને બેઠો કરવા માટે છૂટછાટ આપી હતી અને હવે આજથી મલ્ટીપ્લેકસ થીયેટરો તેમજ ટોકિઝોને શરતોને આધારે ખોલવાની મંજૂરી આપી હતી. જેમાં બેઠક વ્યવસ્થા અડધી કરવા સાથે ફૂડના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતા કેટલાક મલ્ટીપ્લેકસ થીયેટરો તો શરૂ થયા ન હતા અને કોઈ નવી ફિલ્મ જ ન હોવાથી થિયેટરો બંધ જ રાખવામાં આવ્યા હતા. આજે પહેલા દિવસે થિયેટરોમાં કોઈ માણસ તો ઠીક ચકલું પણ ફરકતું ન હતું. કોરોનાએ મનોરંજન ઉદ્યોગ પર ગંભીર અસર કરી છે.

Related Posts