નવા 24 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અમદાવાદનાં આ પગલાં

અમદાવાદ: અમદાવાદ શહેર (Ahmedabad City)માં કોરોના સંક્રમણને અટકાવવા અમદાવાદ મનપા દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે. આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા (Dr. Rajiv Kumar Gupta)ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં શહેરમાં વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોન (Micro Containment Zone) જાહેર કરાયા હતા. શહેરમાં હાલમાં 251 માઈક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારો અમલમાં છે. જે પૈકી બુધવારે 18 માઈક્રો કન્ટેન્ટ વિસ્તારને દૂર કરવામાં આવ્યા હતા.

નવા 24 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અમદાવાદનાં આ પગલાં

જેમાં વટવા, મણિનગર, ઘોડાસર, બોડકદેવ, ઘાટલોડીયા, ગોતા, નરોડા, ઠક્કરબાપા નગર, વિરાટનગર, જોધપુર, વેજલપુર અને સાબરમતી વિસ્તારના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. જ્યારે આજે 24 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઘોડાસર, મણીનગર, રામોલ, ઘાટલોડીયા, ગોતા, ચાંદલોડિયા, કુબેરનગર, સરસપુર, નરોડા, વસ્ત્રાલ, રામોલ, ઓઢવ, જોધપુર, પાલડી, સાબરમતી, ડિ-કેબીન અને વાડજ વિસ્તારનો સમાવેશ થાય છે.

નવા 24 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અમદાવાદનાં આ પગલાં

રાજ્યમાં કોરોના ચેપ (Corona infection) ને ફેલાવાથી રોકવા માટે અમદાવાદ મનપા (Ahmedabad Corporation) દ્વારા આવા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ (Violation of social distance) કરવા બદલ શાહઆલમ વિસ્તારમાં આવેલી બ્રાન્ડ ફેક્ટરી મોલ (Brand Factory Mall) તથા પ્રહલાદનગર ખાતે આવેલ રિલાયન્સ ડિજીટલ સેન્ટર (Reliance Digital Center) ને મનપા દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. બ્રાન્ડ ફેક્ટરીમાં ફરજ ઉપર હાજર કર્મચારીઓ તેમજ ગ્રાહકો માસ્ક વિના ફરતા હોવાનું જણાયું હતું.

નવા 24 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અમદાવાદનાં આ પગલાં

આ ઉપરાંત હાજીપુરા વોર્ડમાં આવેલા ટોરેન્ટ પાવર બિલ કલેક્શન સેન્ટર (Torrent Power Bill Collection Center) માં પણ કોવિડ-19ની ગાઈડલાઈનનું (guideline of Covid-19) પાલન ન કરવા બદલ ૪૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ બાપુનગર ખાતે આવેલા ટોરેન્ટ બિલ કલેક્શન સેન્ટરને અને નરોડા ખાતે આવેલી ટોરેન્ટ પાવર ઓફિસ (Torrent Power Office) ને પણ સીલ મારવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવવા બદલ છેલ્લા બે દિવસમાં વસ્ત્રાપુર ખાતે આવેલા આલ્ફા વન મોલ (Alpha One Mall) અને ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલા મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ (McDonald’s Restaurant) ને પણ સીલ મારવામાં આવ્યા હતા.

નવા 24 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અમદાવાદનાં આ પગલાં

રાજ્યમાં કોરોના ચેપને ફેલાવાથી રોકવા માટે અમદાવાદ મનપા દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મનપામાં ગત 24 કલાકમાં 143 કેસો નોંધાયા છે જ્યારે 5 લોકોનાં મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના માટે ગાઈડલાઈન્સ (Guidelines) આપવામાં આવી રહી છે. સરકાર સતત અનલોકની પ્રક્રિયા હાથ ધરીને રાજ્યની કથળાઈ ગયેલ પરિસ્થિતિને સ્થિર કરવા માંગે છે એવામાં નાગરિકોની બેદરકારી (Negligence of citizens) સામે આવી રહી છે.

Related Posts