NCBએ દિપીકા, શ્રધ્ધા કપૂર, સારા અલી ખાન અને રકૂલ પ્રીતને સમન્સ પાઠવ્યા

મુંબઇ (Mumbai) :થોડા કલાકો પહેલા આવેલા સમાચારો મુજબ NCBએ ડ્રગના સંદર્ભે દિપીકા, સારા અલી ખાન, શ્રધ્ધા કપૂર અને રકૂલ પ્રીતને સમન્સ પાઠવાયા છે. આજે NCB દ્વારા પૂછપરછ દરમિયાન સુશાંતની ટેલેન્ટ મોનેજર જયા સહાએ (sushant’s talent manager Jaya Saha) તે શ્રધ્ધા કપૂર માટે ડ્રગની વ્યવસ્થા કરતી હોવનું કબૂલ્યુ હતુ.બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી મંગળવારે વિશેષ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ, 1985 (Narcotics Drugs and Psychotropic Substances (NDPS) Act, 1985) હેઠળ કોર્ટ દ્વારા 6 ઓક્ટોબર સુધી લંબાવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સના કેસમાં સંડોવણી હોવાના મામલે ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાઇ હતી.

Sushant Singh Rajput Case: Shraddha Kapoor And Sara Ali Khan May Be  Summoned In Drugs Case - Sushant Singh Case: श्रद्धा कपूर, सारा अली खान और  रकुलप्रीत को भेजा जा सकता है

મળતી માહિતી અનુસાર રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીએ હવે બોમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. જો કે આજે પણ ભારે વરસાદના પગલે રિયાના જામીનની અરજી પરની સુનાવણી સ્થગિત કરી હતી. આ કેસ સંદર્ભે ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓના નિવેદનના આધારે વિશ્રામ નામના મુંબઈના ડ્રગ પેડલરની પણ ધરપકડ કરવામાં આવી હતી. કથિત ડ્રગ રેકેટમાં રિયા, શૌવિક સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મીરાન્ડા અને તેના ઘરના સ્ટાફ દિપેશ સાવંતની સંડોવણા સામે આવી છે. રિયા ચક્રવર્તી ઉપર એનડીપીએસ અધિનિયમની કલમ ​​8 (સી) ,20 (બી) (ii) 22 27 A , 28 અને 29 લાગાડવામાં આવી છે . એજન્સી દ્વારા અત્યાર સુધીમાં ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, અને ડ્રગના વેપારીઓ સહિત મુંબઇ અને ગોવાના ડઝનેક લોકોને ધરપકડ કરવામાં આવી છે.

NCB sends summons to 5 including Deepika Padukone, Sara, Shraddha and Rakul  | Aroged

ગઇકાલે દિયા મિર્ઝાનું નામ પણ સામે આવ્યુ હતુ. જો કે તેણે આ દાવાઓ નકારી કાઢ્યા હતા.  NCB હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ડ્રગ સફાઇ કરી ને જ રહેશે. અને આ કામ ફક્ત બોલીવુડ સુધી સિમીત નથી. આના છેડા છેક સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી ફેલાયેલા છે. અને બધાના નામ ધીરે ધીરે બહાર આવશે, આજે જ સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુની (Mahesh Babu) પત્ની અને એક સમયે મિસ વલ્ડૅ રહી ચૂકેલી નમ્રતા શિરોડકર (Namrata Shirodkar) નું નામ પણ સામે આવ્યુ છે.

NCBએ દિપીકા, શ્રધ્ધા કપૂર, સારા અલી ખાન અને રકૂલ પ્રીતને સમન્સ પાઠવ્યા

એક ન્યુઝ ચેનલે વોટ્સએપ ચેટનો સ્ક્રીન શૉટ શેર કર્યો હતો. જેમાં નામ તો જાહેર નથી કરાયા પણ બધી વ્યક્તિના નામના પહેલા અક્ષર વપરાયા હતા. અને આ ઇનિશિયલ્સમાં ‘D’ દિપીકા પાદુકોણ અને ‘K’ એટલે તેની મેનેજર કરિશ્મા પ્રકાશ માટે વપરાયા હોવાની વાતો થઇ રહી છે. આવો જોઇએ આ ચેટ્સમાં શું છે?

Deepika Padukone To Be Summoned By NCB As Alleged Chats Of Her Trying To  Procure Drugs Go Viral

D: તારી પાસે માલ છે?

K: મારી પાસે છે, પણ હું બાંદ્રા છું.

K: તુ કહેતી/ કહેતો હોય તો હું અમિતને પૂછું

દીપિકા: હા! પ્લીઝઝઝઝઝઝઝ……

K: અમિત પાસે છે, અને એ લઇને જ ફરે છે……

દીપિકા :હેશ (hash) ને?

દીપિકા: વીડ (weed) નથી જોઇતુ

K: તુ KOKO (મુંબઇમાં એક ક્લબ છે) કેટલા વાગે આવે છે?

દીપિકા: 11.30- 12 એ

દીપિકા: શેલ કેટલા વાગ્યે સુધી ત્યાં પહોંચશે?

K: મને લાગે છે કે 11.30, કારણ કે 12 વાગ્યે એણે કશે બીજે જવાનુ છે.

Know Your Rights | Electronic Frontier Foundation

આશ્ચર્યજનક વાત તો એ છે કે પહેલા રિયા અને પછી દીપિકાની ડ્રગ ચેટ વાયરલ થઇ છે. અને કોઇ ન્યુઝ ચેનલે, નેતા એ કે જાહેર જનતાએ એ સવાલ ઉઠાવ્યો નથી કે આ પર્સનલ ચેટ્સ વાયરલ ક્યારે થઇ અને કોણે કરી ? શું ચેટ વાયરલ કરવી એ IT એક્ટ હેઠળ ગુનાપાત્ર નથી? અને સંદર્ભ ગમે તે હોય પણ શું આ પ્રઇવેટ ચેટ્સ વાયરલ કરવી યોગ્ય છે? શું આ સેલેબ્રિટિઝની પ્રઆઇવેટ ચેટ એ પબ્લિક પ્રોપર્ટી છે?

Related Posts