આજથી નવરાત્રિ: કોરોનાના પ્રતિબંધો વચ્ચે આ રીતે ઊજવાશે પર્વ, સુરતીઓમાં આવો છે ઉત્સાહ..

સુરત: આજથી આસો નવરાત્રિ (Navratri) એટલે કે ગુજરાતના સૌથી લોકપ્રિય તહેવારનો (Celebrate) પ્રારંભ થઈ રહ્યો છે. જો કે, ભક્તિ અને શક્તિના પર્વ મનાતા નોરતાંની ઉજવણી આ વખતે કોરોનાના અજગરભરડાને કારણે એકદન ફિક્કી રહેવાની છે. નવરાત્રિનાં આયોજનો પર પાબંદી છે, તેમજ લોકોમાં પણ ભયનો માહોલ હોવાથી સરકારે સોસાયટીઓ (Society) કે એપાર્ટમેન્ટમાં માતાજીની આરતી માટે થનારાં આયોજનોને પરવાનગી લેવા કે અન્ય નિયમોમાંથી થોડી છૂટ આપી છે. પરંતુ લોકોમાં જ ઉત્સાહ દેખાતો નથી. જો કે, ઘરઆંગણે શક્તિની આરાધના માટે ભક્તોએ (Devotee) તૈયારી કરી લીધી છે.

આજથી નવરાત્રિ: કોરોનાના પ્રતિબંધો વચ્ચે આ રીતે ઊજવાશે પર્વ, સુરતીઓમાં આવો છે ઉત્સાહ..

વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. જેમાં આસો માસની મોટી નવરાત્રિ, મહા નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ, અષાઢ નવરાત્રિ ગૃપ્ત નવરાત્રિ. આમ ચાર નવરાત્રિમાં આસો નવરાત્રિનું મહત્ત્વ વધારે છે. નવરાત્રિના નવ દિવસ એટલે માં જગદંબાનાં નવ સ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચંન્દ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની આરાધના-અર્ચનાના દિવસો. માતાજીનાં મુખ્ય ત્રણ સ્વરૂપમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેય આદ્યશક્તિ ભગવતી દુર્ગાનાં સ્વરૂપ છે. જેની પૂજા કરવામાં આવે છે. ઘણા ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ તો ઘણા ભક્તો માતાનું અનુષ્ઠાન પણ કરશે. જો કે, શહેરમાં આ વખતે તમામ પ્રોફેશનલ આયોજનો બંધ છે. તેમજ માતાજીનાં પ્રખ્યાત મંદિરોમાં પણ ગાઇડલાઇન મુજબ જ પૂજન-અર્ચન કરાશે. પ્રાચીન અને મહાત્મ્ય ધરાવતું અંબિકાનિકેતન મંદિર ઇતિહાસમાં પહેલીવાર આ નવરાત્રિએ ભક્તોનાં દર્શન માટે બંધ રહેશે. આ વર્ષે કોરોના સંક્રમણને લઈ મંદિરમાં દર્શન નહીં થાય, પરંતુ ઓનલાઈન અને એલઇડીના માધ્યમથી દર્શન કરાવવામાં આવશે. ઓનલાઇન દર્શન સવારે 6થી 1 અને બપોરે 3થી સાંજે 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. કોરોનાને કારણે ફૂલ, હાર, ચૂંદડી ચઢાવવામાં આવશે નહીં, પણ પ્રસાદી બોક્સમાં આપવામાં આવશે. દરમિયાન ભાવિકોને અંબાજી માતાનાં દર્શન માટે મંદિર બહાર જ પ્રોજેક્ટર મૂકવામાં આવ્યું છે.

આજથી નવરાત્રિ: કોરોનાના પ્રતિબંધો વચ્ચે આ રીતે ઊજવાશે પર્વ, સુરતીઓમાં આવો છે ઉત્સાહ..

પ્રથમ નોરતું એટલે શૈલપુત્રી માતા પાર્વતીની આરાધનાનો દિવસ
સુરત : પૌરાણીક કથા અનુસાર નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીનાં અલગ અવગ સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય મનન પંડ્યાએ જણાવ્યું હતું કે, પહેલા દિવસે શૈલપુત્રી માતાજી એટલે પાર્વતી માતાની આરાધના કરવામાં આવશે. હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર માતાજીના આ સ્વરૂપની પૂજા કરવાથી દુ:ખો દૂર થાય છે. નવદુર્ગાનાં તમામ મંદિરોમાં ગરબાનું આયોજન કરાય છે.

Related Posts