વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સરકારના વડા તરીકે 25 વર્ષ પૂરા થવા પર ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણીના નિવાસસ્થાને જઈને તેમના આશીર્વાદ લીધા હતા.
મોદી 7 ઓક્ટોબર, 2001થી સતત સરકારના વડા તરીકે સેવા આપી રહ્યા છે – પહેલા ત્રણ ટર્મ માટે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને ત્યાર બાદ ત્રણ લોકસભા ચૂંટણી જીત્યા પછી ભારતના વડા પ્રધાન તરીકે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાને સરકારના વડા તરીકે 25 વર્ષ પૂરા થવા પર અહીં અડવાણીના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.એક્સ પર એક પોસ્ટમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, “અડવાણીજીને તેમના નિવાસસ્થાને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. આપણા રાષ્ટ્રીય જીવનમાં તેમની દાયકાઓની જાહેર સેવા અને યોગદાને ઊંડી છાપ છોડી છે. તેમણે ભારતની પ્રગતિને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.” અગાઉ, સરકારના વડા તરીકે 25 વર્ષ પૂરા થવાના પ્રસંગે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ને સંબોધિત કરતાં મોદીએ એક સૂત્ર આપ્યું – “અમે તે કરીશું” – અને દાવો કર્યો કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે, પરંતુ ચૂંટણી દરમિયાન જાતિવાદી વિભાજનને એક મોટો પડકાર ગણાવ્યો હતો.