નગરોટા: આતંકીઓના મહાવિનાશનાં કાવતરાને સુરક્ષાબળોએ કર્યો નાકામ, પીએમએ કરી પ્રસંશા

નવી દિલ્હી : પાકિસ્તાનનાં નાપાક હરકતોથી દેશ વાકેફ છે અને પાક તરફથી સતત આતંકી ગતિવિધિને લઈને ભારતે ફટકાર લગાવી છે. નગરોટા (Nagarota)માં સુરક્ષા બળો (Security forces) એ પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ (Jaish e Mohammad) નાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા (Killed the terrorists) છે જે 26 નવેમ્બર નિમિત્તે આતંકી ઘટનાને પૂર્ણ પાડવાની તૈયારીમાં હતા. જણાવી દઈએ કે 26 નવેમ્બર 2008નાં રોજ મુંબઈમાં આતંકવાદી હુમલો (Terrorist attack) કરાયો હતો જેને દેશને હચમચાવી દીધો હતો. આ આતંકવાદીઓ સાંબાના રસ્તાથી ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી હતી અને તેમની પાસે ભારે માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો જપ્ત થયા હતા.

નગરોટા: આતંકીઓના મહાવિનાશનાં કાવતરાને સુરક્ષાબળોએ કર્યો નાકામ, પીએમએ કરી પ્રસંશા

દેશનાં સુરક્ષાબળોનાં જવાનોએ આ ઘટનાને પાર પાડવા પહેલા જ તમામ નાપાક કાવતરાનો નાશ કર્યો છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ સુરક્ષાબળોની બહાદુરી બદલ પ્રસંશા વ્યક્ત કરી હતી. તથા બીજી તરફ આ મામલે એટલે કે નગરોટા એન્કાઉન્ટરને લઈને ભારત સિરિયસ થયુ છે અને વિદેશ મંત્રાલયે શનિવારે સવારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનાં ઉચ્ચાયુક્તને બોલાવીને ઠપકો આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે તેમને સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે પાકિસ્તાને તેના વિસ્તારમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ. હવે આ ઘટના બાદ કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.

નગરોટા: આતંકીઓના મહાવિનાશનાં કાવતરાને સુરક્ષાબળોએ કર્યો નાકામ, પીએમએ કરી પ્રસંશા

આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ સાથે બેઠક કરી સમીક્ષા કરી છે. સરકારનાં સૂત્રો મુજબ આતંકવાદી ફરી વાર 26/11 જેવાં મોટા આતંકવાદી હુમલા કરવાની તૈયારીમાં હતા અને આ હુમલો પણ આતંકીઓ 26/11નાં રોજ કરનાર હતા. જણાવી દઈએ કે સુરક્ષાબળોએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરનાં નગરોટામાં એક ટ્રકમાં સવાર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. સુરક્ષાબળોને આ માહિતી ખુફિયા તરીકેથી મળી હતી જેને એક ઓપરેશન આધારિત માહિતી કહી શકાય.

વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, “પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં ચાર આતંકવાદીઓને ઠાર મારવા અને તે આતંકવાદીઓ પાસેથી જંગી હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા તે આ તરફ સૂચવે છે કે મોટી તબાહી કરવાના તેમના આ પ્રયાસને ફરી એકવાર નિષ્ફળ કરવામાં આવ્યું છે.’ સુરક્ષા દળોને તેમની બહાદુરી બદલ આભાર માનતા વડા પ્રધાને કહ્યું કે, ‘આપણી સુરક્ષા દળોએ ફરી એક વાર મોટી બહાદુરી બતાવી અને તેમની કુશળતા બતાવી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, અમારા સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તર પર થઈ રહેલા લોકતાંત્રિક અભ્યાસને લક્ષ્ય બનાવવાની એક બીજા કાવતરાને નાકામ કર્યો છ તેમની સતર્કતાને આભાર વ્યક્ત કરું છું.

Related Posts