પ્રશાંત ભૂષણે કહ્યુ, મારા ટ્વિટ્સનો હેતુ સુપ્રીમ કોર્ટ અથવા ન્યાયતંત્રનો અનાદર કરવાનો નહોતો

નવી દિલ્હી (New Delhi): પ્રશાંત ભૂષણ (Prashant Bhushan) કે જેમને આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court- SC) 1 રુ.નો દંડ ફટકાર્યો હતો, તેમણે કહ્યુ કે હું સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દંડ ભરવા તૈયાર છું અને મેં દંડ ભરી પણ દીધો છે. પરંતુ મને દોષિત ઠેરવવાની અને સજાની સમીક્ષા લેવાનો મને અધિકાર છે. ભૂષણે આગળ સ્પષ્ટતા કરી કે, ‘મને હંમેશાં સુપ્રીમ કોર્ટ પ્રત્યે સર્વોચ્ચ માન છે. મારા ટ્વિટ્સનો હેતુ સુપ્રીમ કોર્ટ અથવા ન્યાયતંત્રનો અનાદર કરવાનો નથી, પરંતુ મેં ફક્ત સુપ્રીમ કોર્ટના ભૂતકાળના નિર્ણયો પર મારો અણગમો વ્યક્ત કરવા માટે આવુ નિવેદન કર્યુ હતુ’ .

પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે 1 રૂ.નો દંડ ફટકાર્યો

તેમણે ઉમેર્યુ કે, ‘આ મુદ્દો કયારેય સુપ્રીમ કોર્ટના માનદ ન્યાયાધીશો કે સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ નહોતો. જ્યારે સુપ્રીમ કોર્ટ જીતે છે, ત્યારે દરેક ભારતીય જીતે છે; દરેક ભારતીય એક મજબૂત ન્યાયતંત્ર ઇચ્છે છે, લોન્ગ લીવ ડેમોક્રેસી, સત્યમેવ જયતે’.

The Prashant Bhushan case: Right to Speech or Contempt of Court ...

આજે દેશની સુપ્રીમ કોર્ટે (Supreme Court) પ્રશાંત ભૂષણ (Prashant Bhushan) ના કેસમાં એક ચુકાદો આપ્યો છે. જે મુજબ સુપ્રીમ કોર્ટે સર્વોચ્ચ અદાલત અને ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (Chief Justice Of India -CJI) એસ.એ. બોબડે (S.A. Bobde) વિરુદ્ધ કરેલા ટ્વિટ્સ માટે ગુનાહિત તિરસ્કાર બદલ કાર્યકર્તા-વકીલ પ્રશાંત ભૂષણને સોમવારે 1 રૂ. નો દંડ ફટકાર્યો હતો. ત્રણ જજોની બેંચે કહ્યુ હતુ કે જો ભૂષણ 15 સપ્ટેમ્બર સુધીમાં દંડની આ રકમ જમા કરવામાં નિષ્ફળ જશે તો તેમને ત્રણ મહિનાની કેદ ભોગવવી પડશે અને ત્રણ વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

Prashant Bhushan behaviour 'irresponsible', judges should 'avoid ...

કોર્ટે 14 ઑગસ્ટે ભૂષણને અદાલતનો ગુનાહિત તિરસ્કાર બદલ દોષિત ઠેરવ્યા હતા અને કહ્યુ હતુ કે કોર્ટ અને સીજેઆઈ વિરુદ્ધ કરેલા ટ્વિટમાં લગાવાયેલા આક્ષેપો સ્વભાવમાં દૂષિત છે અને કોર્ટને બદનામ કરવાનું વલણ ધરાવે છે. ભૂષણની ટ્વિટ્સ વિકૃત તથ્યો પર આધારિત હતી અને આવા નિવેદનો ન્યાયતંત્રના પાયાને અસ્થિર કરવાની અસર ધરાવે છે, એમ કોર્ટે ઉમેર્યું હતુ. જો કે કોર્ટે તેમને “વિચારવાનો” સમય આપ્યો હતો, તેમ છતાં ભૂષણે કહ્યુ હતુ કે તે માફી માંગશે નહીં અને 24 ઑગસ્ટે એક નિવેદનમાં કહ્યુ હતુ કે તેમના ટ્વિટ્સ દ્વારા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો તેમના ઉત્સાહ (સદ્ભાવના) અને માન્યતાઓને રજૂ કરે છે અને તેથી, આવી માન્યતાઓ વ્યક્ત કરવા બદલ માફી માંગવી એ ખોટુ અને ગેરવ્યાજબી હશે.

Contempt of Court against Prashant Bhushan over Tweets criticising ...

પ્રશાંત ભૂષણે કંઇક આવુ કહ્યુ હતુ, ‘માફી સાચી (સિનસિયર-sincere) હોવી જોઇએ. જો હું ખાલી કહેવા ખાતર મારુ નિવેદન પાછું ખેંચું છું કે જે મારા મતે સાચું છે, તો એ મારી નજરે મારા અંત:કરણ (conscience) નું અને સુપ્રીમ કોર્ટ કે જેનું હું સર્વોચ્ચ સન્માન રાખું છું તેનું અપમાન હશે’. જો કે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટને ભૂષણને સજા ન આપવા અને ચેતવણી આપીને છોડી દેવાની વિનંતી કરી હતી, પરંતુ જ્યાં સુધી માફી ન માંગવામાં આવે ત્યાં સુધી કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.

Related Posts