સુશાંત કેસ:પોલીસે યશરાજ ફિલ્મ્સના બે અધિકારીઓની પૂછપરછ કરી

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાત (Suicide) પછી ઘણા લોકોએ એવો દાવો કયોૅ છે કે સુશાંતના આપઘાત પાછળ બોલિવૂડ (Bollywood)માં ચાલતો વંશવાદ (Nepotism)એ મોટુ કારણ છે. તેમણે કહ્યુ છે કે ફિલ્મ ‘છિછોરે’ (Chhichhore)પછી સુશાંતે 6 મહિનામાં 7 મોટી ફિલ્મો ગુમાવી છે.

સુશાંત કેસ:પોલીસે યશરાજ ફિલ્મ્સના બે અધિકારીઓની પૂછપરછ કરી

કંગના રનૌત (Kangana Ranut) સહિત ઘણા લોકોએ કહ્યુ છે કે બોલિવુડમાં કરણ જોહર (Karan Johar), યશરાજ (Yashraj Yash Chopra, Aditya Chopra), સલમાન ખાન (Salmaan Khan), એકતા કપૂર (Ekta Kapoor) જેવા મોટા નામો એક ‘લોબી’ (Lobby) ચલાવે છે. આ લોકો બોલિવુડ પર રાજ કરે છે અને મોટા અભિનેતા-અભિનેત્રીઓના બાળકો (Star Kids) સામે સુશાંત જેવા ‘આઉટસાઇટસૅ’ (Outsiders)ને આગળ આવતા અટકાવે છે. આ લોકોએ એવા દાવા માંડયા છે કે બોલિવુડના ઉપરોકત્ત જણાવેલ માફિયાઓની ‘લોબી’એ સુશાંત સિંહ રાજપૂતનો સામૂહિક બહિષ્કાર કયોૅ હતો, જેના પગલે સુશાંત રાજપૂતે ડિપ્રેશન (Depression)માં આવીને આત્મહત્યા કરી હતી.

સુશાંત કેસ:પોલીસે યશરાજ ફિલ્મ્સના બે અધિકારીઓની પૂછપરછ કરી

સુશાંતની ઘણી ફિલ્મો રોલ (roll) ન થઈ હોવાના આક્ષેપો થયા બાદ મુંબઇ પોલીસે યશરાજ ફિલ્મ્સ (Yashraj Films)ને કોન્ટ્રાકટના દસ્તાવેજો સબમિટ કરવા માટે બોલાવવામાં આવ્યું હતું. નવીનતમ વિગતો મુજબ બાન્દ્રા પોલીસે વાઇઆરએફ (YRF)ના પૂર્વ પ્રોડક્શન હેડ આશિષ સિંહ અને આશિષ પાટિલની પૂછપરછ કરી હતી, જેમની સહીઓ સુશાંત સિંહ રાજપૂત સાથેના 2012ના કરાર પર હતી.મુંબઇ પોલીસ (Mumbai Police) દ્રારા આશિષ સિંહનું નિવેદન પાંચ કલાક સુધી રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સુશાંત સાથેના કરાર અને 2015 સુધી વાયઆરએફ સાથેના તેના જોડાણ વિશેની વિગતો આપી હતી.

સુશાંત કેસ:પોલીસે યશરાજ ફિલ્મ્સના બે અધિકારીઓની પૂછપરછ કરી

આશિષ સિંહે જણાવ્યું હતું કે તે કરારની વિગતો જાહેર કરી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે તેઓ સુશાંત સાથે સારી નોટ પર જુદા થયા અને તે પછી પણ તેની સાથે સંપર્કમાં રહ્યા હતા. તેઓએ બે ફિલ્મો બનાવી – ‘શુધ્ધ દેશી રોમાંસ’ (Sudhdh Desi Romance) અને ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી!’ (Detective Byomkesh Bakshi). આશિષે વધુમાં કહ્યું કે કેટલાક પ્રોજેક્ટ્સ કામ કરતા નથી. તેમણે ઉમેર્યું કે સુશાંતે વર્ષો પછી વાયઆરએફ છોડી દીધુ હતુ અને તેઓ સંપર્કમાં રહ્યા ત્યારથી કોઈ મુદ્દાઓ ઉભા થયા ન હતા. છેલ્લે આશિષ સિંહે દરેકને સુશાંત માટે પ્રાર્થના કરવાનું કહ્યું.

સુશાંત કેસ:પોલીસે યશરાજ ફિલ્મ્સના બે અધિકારીઓની પૂછપરછ કરી

અત્યાર સુધી મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતના આપઘાતની તપાસ દરમિયાન કુલ 23 લોકોના નિવેદનો નોંધ્યા છે. તેના પિતા, તેની ત્રણ બહેનો, અફવાહતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty), મિત્રો મુકેશ છાબરા (Mukesh Chhabra) અને મહેશ શેટ્ટી, સિદ્ધાર્થ પિઠાની, તેના મિત્ર અને મેનેજર- કેશવ, તેનો કૂક, મોહમ્મદ શેખ, ઉદયસિંહ ગૌરી – બિઝનેસ મેનેજર, રાધિકા નિહલાની (Radhika Nihlani) – પીઆર મેનેજર; કુશલ ઝવેરી – તેની પહેલી ટીવી સીરીયલના ડિરેક્ટર અને હવે તેના મેનેજર,મિત્ર રોહિણી ઐયર, સંજય શ્રીધર – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના લોકોએ અત્યાર સુધી મુંબઇ પોલીસને તેમના નિવેદનો આપ્યા છે.મુંબઇ પોલીસે આ કેસમાં હજી કોઇ ખાસ માહિતી બહાર પાડી નથી, તેમની તરફથી આ કેસમાં તપાસ હજી લાંબી ચાલશે એવુ લાગે છે.

Related Posts