Entertainment

લતા મંગેશકરના ચાહકો માટે આવ્યા માઠા સમાચાર, તેમની હાલત નાજુક

મુંબઈ: (Mumbai) ભારત રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે લતા મંગેશકરની તબિયતમાં સુધારો થયો છે પરંતુ હવે કેટલાક અહેવાલો એમ કહી રહ્યા છે કે તેમની તબિયત (Health) ફરી એકવાર નાજુક બની ગઈ છે. લતા મંગેશકર વિશેના આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો ફરી એકવાર ચિંતિત બન્યા છે. લતા મંગેશકરની સારવાર કરી રહેલા પ્રતિત સમદાનીએ આ સમાચારને સમર્થન આપ્યું છે કે તેમની હાલત ફરી એક વખત નાજુક બની ગઈ છે. લતા મંગેશકરને ગયા મહિને જ કોવિડ-19નો (Corona) ચેપ લાગ્યો હતો ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને ન્યુમોનિયા પણ થયો હતો.

છેલ્લા 28 દિવસથી ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હવે એક શોકિંગ અપડેટમાં તેમની સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું છે કે લતાજીની તબિયત ફરીથી ખરાબ થઈ છે અને તેમને ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર હજુ પણ તેઓ ICUમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે. કોરોના થયા બાદ તેમની ન્યુમોનિયાની સારવાર પણ ચાલી રહી છે.

લતા મંગેશકર તેમનાં બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને લતાજી તેના સંપર્કમાં આવ્યાં હતાં, આથી લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તેઓ પોઝિટિવ આવ્યાં હતાં. હાલમાં તેઓ અન્ડર ઓબ્ઝર્વેશન છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે. તેઓને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે લતા મંગેશકર 92 વર્ષના છે અને તેમને ઉંમર સંબંધિત અન્ય સમસ્યાઓ પણ છે. તેમની હાલત નાજૂક હોવાના સમાચા મળતા તેમના ઝડપી સ્વસ્થ થવા માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે લતા મંગેશકરને ભારતીય સિનેમાના સૌથી સફળ ગાયિકા માનવામાં આવે છે. તેમણે 13 વર્ષની ઉંમરે તેમના સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. ભારત રત્ન ઉપરાંત, તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઘણા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top