અમરેલીના વડિયામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસુ ધીરે ધીરે જામતું જાય છે. રવિવારે રાજ્યમાં અમરેલી (Amreli) ના વડિયામાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ (Rainfall) પડ્યો હતો. જ્યારે રાજ્યમાં 62 તાલુકાઓમાં હળવો વરસાદ (Light rain) પડ્યો હતો. વડિયામાં 3 ઈંચ ઉપરાંત ખેડાના મહુધામાં (In Mahudha of Kheda) 2 ઈંચથી વધુ, રાજકોટ (Rajkot)ના કોટડા સાંગાણીમાં 2 ઈંચ, દ્વારકા (Dwarka) ના ભાણવડમાં 2 ઈંચ, પોરબંદર (Porbandar)માં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. બાકી અન્યત્ર હળવો વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 162 તાલુકાઓમાં હળવાથી ભરે વરસાદ થયો હતો. જેમાં ઉમરપાડ (Umarpada)માં 9 ઈંચ વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ મોસમનો 39.66 ટકા વરસાદ નોંધાયો છં. જેમાં કચ્છ (Kutch)માં 87.78 ટકા, ઉત્તર ગુજરાતમાં 26.98 ટકા, મધ્ય–પૂર્વ ગુજરાતમાં 26.66 ટકા, સૌરાષ્ટ્રમાં 68.48 ટકા અને દક્ષિણ ગુજરાત (South Gujarat) માં 27.26 ટકા વરસાદ થયો છે.

Related Posts