સુરતમાં કોરોનાથી આ વિસ્તારમાં વધુ 5નાં મોત, આ વિસ્તારમાં મોતનો આંકડો સૌથી વધુ

સુરત: (Surat) શહેરમાં કોરોનાથી સોમવારે વધુ 5 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ મૃતક આંક 165 પર પહોંચી ગયો છે. પહેલા જ્યાં દરરોજ મૃતકોની સંખ્યા એક કે બે પર અટકી જતી હતી ત્યારે હવે છેલ્લા કેટલાય દિવસથી મૃતકોની સંખ્યા સરેરાશ દરરોજ પાંચ પર પહોંચી છે. સોમવારે જે પાંચ લોકોના મોત નિપજ્યા તેમાં કતારગામ ઝોનમાં 2, ઉધના ઝોનમાં 1, લિંબાયત ઝોનમાં 1 અને સેન્ટ્રલ ઝોનમાં 1 વ્યક્તિનું મોત થયું છે. શહેરના કતારગામ ઝોનમાં કોરોનાથી થનાર મોતનો આંકડો સૌથી વધુ છે.

સુરતમાં કોરોનાથી આ વિસ્તારમાં વધુ 5નાં મોત, આ વિસ્તારમાં મોતનો આંકડો સૌથી વધુ

શહેરમાં સોમવારે જે પાંચ લોકોના કોરોનાને(Corona) કારણે મોત થયા છે તેમાંથી મોટાભાગના લોકોની ઉંમર 50 વર્ષથી વધુ હતી. કતારગામ ઝોન અમરોલી વિસ્તારમાં 64 વર્ષીય મહિલાનું મોત થયું હતું. તેઓને 14 જૂનના રોજ સિવિલ હોસ્પિટલ(Hospital)માં દાખલ કરાયા હતાં. તેઓને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી. આ ઝોનમાં જ ઉત્રાણ વિસ્તારમાં 74 વર્ષીય પુરુષનું મોત થયું હતું. તેઓને 26 જૂનના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં અને તેઓને હ્દય તેમજ ડાયાબિટીસની બીમારી હતી. ઉધના ઝોનમાં પાંડેસરા વિસ્તારમાં 67 વર્ષીય મહિલાને 18 જૂનના રોજ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતાં. તેમને બ્લડ પ્રેશરની બીમારી હતી. લિંબાયત ઝોનના ઉમરવાડા ખાતે રહેતા 48 વર્ષીય મહિલાને 25 જૂનના રોજ સિવિલમાં દાખલ કરાયા હતાં તેઓને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી. સેન્ટ્રલ ઝોનના મંછર પુરા ખાતે 56 વર્ષીય મહિલાને 21 જૂનના રોજ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેઓને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી.

સુરતમાં કોરોનાથી આ વિસ્તારમાં વધુ 5નાં મોત, આ વિસ્તારમાં મોતનો આંકડો સૌથી વધુ

સુરત શહેરમાં સોમવારે વધુ 185 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 5430 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 5 લોકોના મોત નોંધાતા મોતનો આંકડો 165 થયો છે. સુરતમાં હવે દરરોજ દોઢસોથી વધુ કેસો નોંધાવા માંડ્યા છે ત્યારે હવે તંત્રમાં ફફડાટ વધ્યો છે. બીજી તરફ કેસોની સંખ્યા વધવા છતાં લોકોમાં કોરોના પ્રત્યેનો ડર ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ સાથે લોકો માસ્ક પહેરવાનું પણ ટાળી રહ્યાં હોય અને ફક્ત પોલીસના ડરને કારણે માસ્ક પહેરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

સુરતમાં કોરોનાથી આ વિસ્તારમાં વધુ 5નાં મોત, આ વિસ્તારમાં મોતનો આંકડો સૌથી વધુ

સુરત શહેરમાં સોમવાર સાંજ સુધીમાં 185 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી મોટાભાગના કેસ કતારગામ અને વરાછા ઝોનમાં નોંધાયા છે. કતારગામમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા હતા. વરાછા-એ માં 26 તથા વરાછા-બીમાં 26 કેસ નોંધાયા છે. જ્યારે સોમવારે સેન્ટ્રલ ઝોનમાં 22 કેસ નોંધાયા હતાં. રાંદેર ઝોનમાં 20, લિંબાયતમાં 15, ઉધના ઝોનમાં 5 અને અઠવા ઝોનમાં 17 પોઝિટીવ કેસ નોંધાયા હતા.

અત્યાર સુધીમાં કતારગામ ઝોનમાં 1175 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેને કારણે તંત્ર ચિંતામાં મુકાયું છે. આ વિસ્તારમાં શહેરનાં અન્ય વિસ્તારોની સરખામણીમાં ઝડપથી કેસ વધી રહ્યા છે. ખાસ કરીને હીરા શ્રમિકોમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે. કતારગામ ઝોનમાં કોરોનાથી થનાર મોતનો આંકડો પણ શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ ઉંચો છે. કતારગામ બાદ લિંબાયતમાં 975, સેન્ટ્રલ ઝોનમાં 562, વરાછા-એ માં 537, વરાછા-બી માં 312, રાંદેરમાં 329, ઉધનામાં 406 અને અઠવા ઝોનમાં અત્યાર સુધી 234 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Related Posts