દા.ન.હ.નાં સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની હોટલમાંથી મળી આવ્યો, આત્મહત્યાની આશંકા

મુંબઇ (Mumbai) : દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) સાંસદ મોહન ડેલકરનું મોત થયું છે. (Mohanbhai Sanjibhai Delkar) તેમણે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે . તેમણે મુંબઈની (Mumbai) હોટલ સી ગ્રીન મરીનમાં આત્મહત્યા (suicide) કરી હોવાનું અનુમાન છે. મુંબઈની હોટલમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. એક સ્યુસાઇડ નોટ (Suicide Note) પણ મળી છે જે ગુજરાતી ભાષામાં લખેલી છે. જણાવી દઈએ કે ડેલકર સાત ટર્મ સુધી સાંસદ રહ્યા હતાં. હાલ તેઓ અપક્ષ સાંસદ હતા. ઘટનાની જાણ થતાં મુંબઇ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો કહેવામાં આવી રહ્યો છે. જોકે પોલીસે હજુ સુધી પુષ્ટી કરી નથી અને પોલીસ કેસની તપાસ કરી રહી છે. 

દા.ન.હ.નાં સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની હોટલમાંથી મળી આવ્યો, આત્મહત્યાની આશંકા

દાદરાનગર હવેલી (Dadaranagar Haveli) ના સાંસદ મોહન ડેલકર (Mohan delkar) નું નિધન થયું છે. 58 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. મરીન ડ્રાઈવની સી ગ્રીન હોટલમાં નિધન થયું છે. તેમની બોડી પાસેથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી છે. મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટીની તરફથી પણ સાંસદ બન્યા, 2009માં તેમણે કોંગ્રેસ પાર્ટી જોઇન કરી હતી. જોકે ગત લોકસભાની ચૂંટણી એટલી કે 2019માં તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. 

દા.ન.હ.નાં સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની હોટલમાંથી મળી આવ્યો, આત્મહત્યાની આશંકા

જણાવી દઈએ કે મોહન ડેલકર એક પ્રભાવી નેતા હતાં. તેઓ સાત ટર્મ સુધી સાંસદ રહ્યી ચુક્યા છે. તેમણે કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ દાદરાનગર હવેલી લોકસભા ક્ષેત્રમાંથી અપક્ષ સાંસદ હતા. વર્ષ 1989માં મોહન ડેલકરે પહેલીવાર આ સંસદીય ક્ષેત્રમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તે ઘણીવાર અહીંથી સાંસદ બન્યા હતા. હાલ તેઓ અપક્ષા સાંસદ હતાં.

દા.ન.હ.નાં સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની હોટલમાંથી મળી આવ્યો, આત્મહત્યાની આશંકા

પ્રાથમિક તબક્કે તેઓએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ તેમણે કયા કારણસર આત્મહત્યા કરી તે બાબત હજુ સામે આવી નથી. જોકે તેઓની સ્યુસાઈડ નોટ કબ્જે કરી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ જાણવા મળશે કે તેમણે કયા કારણોસર સંભવિત આત્મહત્યા કરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સુસાઇડ નોટમાં શું લખવામાં આવ્યું છે તે જાણવા મળ્યું નથી. મરીન ડ્રાઇવ સ્થિત હોટલમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ મુંબઈ પોલીસ દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આ કેસ આપઘાતનો હોવાનું લાગી રહ્યું છે. જોકે, પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી.

Related Posts