શહેરમાં ધંધા-રોજગાર શરૂ થતાં સંક્રમણ ન વધે તે માટે ઓફિસો-વર્કપ્લેસ માટે મનપાએ આ પોલિસી બનાવી

સુરત: શહેરમાં હવે તમામ ધંધા-રોજગાર શરૂ થઈ ચૂક્યા છે. પ્રાઈવેટ ઓફિસોમાં (Private Office) પણ હવે ફુલ સ્ટાફ આવી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઓફિસ-વર્ક પ્લેસ (Work Place) માટે પણ એસ.ઓ.પી. (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરાઈ છે. જેમાં કંપનીના કર્મચારીઓએ શું તકેદારી રાખવી અને સંક્રમણને ફેલાતું રોકવા માટે કેવાં પગલાં લેવા એ અંગે જણાવાયું છે. ઓફિસ (Office) અને અન્ય કામના સ્થળે વર્ક સ્ટેશન, લિફ્ટ, દાદરા, પાર્કિંગ, કેફેટેરિયા, મીટિંગ રૂમ જેવા કોમન સ્પેસનો ઉપયોગ થાય છે અને તે સામાન્ય રીતે ક્લોઝ્ડ એન્વાયરમેન્ટમાં હોય છે. તેથી કોવિડ-૧૯ના સંક્રમણની સંભાવના પણ વધી જાય છે. જેથી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. મનપા દ્વારા તમામ ઓફિસોમાં કોવિડ નોડલ ઓફિસર તરીકે એક કર્મચારીને નીમી તેની જવાબદારી નક્કી કરવા તાકીદ કરાઈ છે. જેમાં કોવિડ-૧૯નું સંક્રમણ રોકવા અંગે પ્રિવેન્ટિવ પગલાં અમલમાં મૂકવા ગ્રુપ લીડર (Group Leader)પોતાના દિવસની શરૂઆત કોરોના પ્લેજથી કરાવે, તમામ કર્મચારી આઈગોટ પ્લેટફોર્મ મારફત કોવિડ-૧૯ અંગેની બેઝિક માહિતી મેળવી ટ્રેઈન થાય. તમામ કર્મચારી પાસે આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરવા, ઓફિસના તમામ રૂમમાં યોગ્ય વેન્ટિલેશન વ્યવસ્થા કરવી, કોવિડ પ્લેજ દૈનિક ધોરણે સવારે ડ્રીલ કરી ટીમના સભ્યોને મોટિવેટ કરવા તથા કોવિડ-૧૯ને ફેલાતો રોકવા માટે અટકાયતી પગલાંનું મહત્ત્વ સમજાવવું વગેરેનો સમાવેશ કરાયો છે.

શહેરમાં ધંધા-રોજગાર શરૂ થતાં સંક્રમણ ન વધે તે માટે ઓફિસો-વર્કપ્લેસ માટે મનપાએ આ પોલિસી બનાવી
 • ઓફિસમાં કોરોના સંક્રમણથી બચવા માટે આ સાત સૂત્રો અપનાવો
 • -હું દરરોજ ઓફિસ સમય દરમિયાન માસ્ક પહેરી રાખીશ.
 • હું સોશિયલ ડિસ્ટન્સ જાળવીશ.
 • હું સાબુથી નિયમિત મારા હાથ સાફ કરીશ.
 • હું વારંવાર ઉપયોગમાં આવતી સપાટીઓ જેવી કે ડોર નોબ, કી-બોર્ડ, માઉસ, પેન વગેરેને સેનિટાઈઝ કરીશ.
 • હું વયોવૃદ્ધ/ બાળકોની, ઓફિસ અને ઘરે ખાસ કાળજી રાખીશ
 • હું યોગ તથા આરોગ્યપ્રદ ખોરાક અને પીણાંથી રોગ પ્રતિકારક શક્તિ વધારીશ
 • ઓફિસ માટેનાં અટકાયતી પગલાં શક્ય હોય ત્યાં સુધી, વિડીયો કોન્ફરન્સથી અથવા મોટા હોલમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે જાળવણી કરીશ.
શહેરમાં ધંધા-રોજગાર શરૂ થતાં સંક્રમણ ન વધે તે માટે ઓફિસો-વર્કપ્લેસ માટે મનપાએ આ પોલિસી બનાવી
 • કર્મચારીઓએ શું સાવચેતી રાખવી?
 • ઇન્વર્ડ અને આઉટવર્ડ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને ગ્લવ્ઝ પહેરવા અથવા દરેક ઈલને પ્રોસેસ કર્યા બાદ હાથ ધોવા/સેનિટાઈઝ કરવા અથવા ફાઈલોને ૨૪ કલાક બાદ સ્પર્શ કરવો.
 • યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવી.
 • ઓફિસમાં રાખવામાં આવેલા એર કંડિશનરને ૨૪-૩૦ સેન્ટિગ્રેડની રેન્જમાં ચલાવવા અને એ.સી. ચાલુ હોય તો પણ બારીઓ ખુલ્લી રાખવી.
 • ફેસ માસ્ક, ફેસ કવર, ગ્લવ્ઝ વગેરેને યોગ્ય ડિસ્પોઝલ કરવા.
 • જમવાના સ્થળે, લિફ્ટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ મુજબ વ્યવસ્થા કરવી.
 • ઓફિસમાં કોઈ વ્યક્તિ બીમાર થાય અથવા કોવિડને લગતા સિમ્પટમ બતાવે તો તાત્કાલિક અસરગ્રસ્ત વ્યક્તિને આઈસોલેટ કરી અલાયદા રૂમ અથવા સ્થળે રાખવા, કોઈ પોઝિટિવ આવે તો ઓફિસને સેનિટાઈઝ કરવી અને 48 કલાક બંધ રાખવી. પછી જ અન્ય કર્મચારીઓને કામ પર બોલાવવા.

Related Posts