માઇકલ આથરટન સ્ટીવ સ્મિથ સામે ભારતીય ટીમની વ્યુહરચના કેવી હશે તે જોવા આતુર

કોલકાતા: ઇંગ્લેન્ડ (England)ના માજી કેપ્ટન માઇકલ આથરટન (Michael Atherton) એ જોવા માટે આતુર છે કે ભારત (India) આ વર્ષના અંતે જ્યારે ઓસ્ટ્રેલિયા (Australia)ના પ્રવાસે જશે ત્યારે તેના ઝડપી બોલર્સ સ્ટીવ સ્મિથ (Steve Smith) જેવા બેટ્સમેન માટે કેવી વ્યુહરચના અપનાવશે. ભારતે ઓસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે સ્મિથ પર બોલ ટેમ્પરિંગ (Ball Tampering) સંબંધી બેન લાગુ હતો.

Mike Atherton's 185no: How England opener's marathon knock saved ...

ભારતે તે સમયે સીરિઝ 2-1થી જીતીને પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતી હતી. આથરટને એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે હું એ જોવા માટે આતુર અને ઉત્સુક રહીશ કે ભારત સ્મિથ માટે કેવી વ્યુહરચના અપનાવે છે. તેની બેટિંગની પદ્ધતિ અલગ છે. તેની બેટિંગ સ્ટાઇલ અપરંપરાગત છે પણ હું તેની બેટિંગ જોવાનો આનંદ માણું છું.તેણે કહ્યું હતું કે મને લાગે છે કે રમત ત્યારે શ્રેષ્ઠ બની જાય છે જ્યારે તેને કેટલાક એવા લોકો રમી રહ્યા હોય, જેમના રમવાની પદ્ધતિ સંપૂર્ણપણે અલગ હોય. આથરટને જો કે કહ્યું હતું કે જસપ્રીત બુમરાહ, મહંમદ શમી અને ઇશાંત શર્મા જેવા ઝડપી બોલરની હાજરીમાં આ આ મુકાબલો બરાબરીનો થઇ જશે.

ICC Will Have To Allow More Substitutes For Bio-Secure Matches ...

બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની મર્યાદિત ઓવરોની ટીમનો કેપ્ટન એરોન ફિન્ચ (Aaron Finch)ભલે કોવિડ-19 (Covid-19) રોગચાળાને કારણે માર્ચથી ક્રિકેટ ન રમી શક્યો હોય પણ તે સતત રમત બાબતે વિચારી રહ્યો છે અને તેણે ભારતમાં રમાનારા 2023ના વન ડે વર્લ્ડકપ (One Day World Cup) બાબતે અત્યારથી વ્યુહરચના બનાવવાનું શરૂ કરી દીધું છે.ભારતે 2023ના વર્લ્ડકપની યજમાની કરવાની છે અને ફિન્ચને લાગે છે કે આ સમય ઉપખંડીય પરિસ્થિતિઓ માટે તૈયારી કરવાનો છે. ફિન્ચે એક રેડિયો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું ક્રિકેટ પ્રત્યે ઝનૂની છું, તેથી તેના બાબતે જ વિચારતો રહું છું. ખાસ કરીને કેપ્ટન હોવાના નાતે અને આગામી ટૂર્નામેન્ટ ટી-20 વર્લ્ડકપ છે, અને તે પણ બે ટૂર્નામેન્ટ છે. તેણે કહ્યું હતું કે તેની સાથે જ હું ભારતમાં 2023માં રમાનારા 50 ઓવરના વર્લ્ડકપ બાબતે વિચારી રહ્યો છું.

Related Posts