મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 49 રને હરાવ્યું

આઇપીએલની 13મી સિઝનની પાંચમી મેચમાં આજે ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રોહિત શર્માની અર્ધસદી ઉપરાંત સૂર્ય કુમાર યાદવની ઉપયોગી 47 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 195 રન બનાવ્યા હતા.

196 રનના લક્ષ્યાંકની સામે કોલકાતા નાઇટ રાઇડર્સ 9 વિકેટે 146 રન સુધી જ પહોંચતા મુંબઇનો 49 રને વિજય થયો196 રનના લક્ષ્યાંકની સામે કેકેઆરની શરૂઆત ધીમી રહી હતી અને પ્રથમ ચાર ઓવરમાં બોર્ડ પર માત્ર 19 રન હતા અને તેમણે શુભમન ગીલના રૂપમાં એક વિકેટ ગુમાવી દીધી હતી અને આ ધીમી શરૂઆતના કારણે વધેલા પ્રેશરમાં સુનિલ નરેન પેટીનસનના બોલે વિકેટ પાછળ ઝીલાઇને આઉટ થયો ત્યારે તેમનો સ્કોર 4.5 ઓવરમાં 2 વિકેટે 25 રનનો થયો હતો.

6 ઓવરના પાવરપ્લે પછી કેકેઆરનો સ્કોર 2 વિકેટે 33 રનનો હતો. 10 ઓવર પુરી થઇ ત્યારે કેકેઆરનો સ્કોર 2 વિકેટે 71 રનનો હતો અને બાકીની 10 ઓવરમાં તેમણે 12.50ની એવરેજથી રન કરવાના હતા. 15 ઓવરમાં કેકેઆરના 100 રન પુરા થયા હતા અને લગભગ 20ની નજીકની એવરેજથી તેમણે બાકીની પાંચ ઓવરમાં 96 રન કરવાના હતા.

16મી ઓવર ફેંકવા આવેલા બુમરાહે પહેલા ડેન્જરમેન રસેલને અને પછી તે પછી ઇયોન મોર્ગનને આઉટ કરીને કેકેઆરની જીતવાની રહી સહી આશા પર પાણી ફેરવ્યું હતું. પેટ કમિન્સે બુમરાહની એક ઓવરમાં 27 રન કરીને રોમાંચ જગાવ્યો હતો પણ તે પછીની ઓવરમાં તે આઉટ થવા સાથે 20 ઓવરના અંતે કેકેઆર 9 વિકેટે 146 રન સુધી પહોંચ્યું હતું.


પ્રથમ દાવ લેવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત સારી રહી નહોતી અને બોર્ડ પર માત્ર 8 રન હતા ત્યારે મેચની બીજી જ ઓવરમાં તેમનો આક્રમક અને ઇનફોર્મ ઓપનર ક્વિન્ટોન ડિ કોક આઉટ થઇ ગયો હતો. જો કે તે પછી સૂર્ય કુમાર યાદવ અને રોહિતે મળીને કરેલી ભાગીદારીને પ્રતાપે મુંબઇ સન્માનજનક સ્કોરે પહોંચ્યું હતુ.

Related Posts