Business

મેકડોનાલ્ડનો કર્મચારી બન્યો અંબાણી કરતા વધુ ધનવાન, પોતાનું મકાન વેચી આ ઠેકાણે કર્યું હતું રોકાણ

મુંબઈ: બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ ગયા મહિને એક અનપેક્ષિત ધનકુબેરનું નામ સામે આવ્યું છે. આ શખ્સ પહેલાં મેકડૉનાલ્ડ્સનો બર્ગર-ફ્રિલપર અને સોફ્ટવેર ડેવલપર હતો, તે રાતોરાત વિશ્વમા સૌથી શ્રીમંત લોકોના ક્લબમાં પ્રવેશ કરી ગયો છે. આ વ્યક્તિનું નામ ચાંગપેંગ ઝાઓ છે અને તે ક્રિપ્ટોકરન્સીનો કિંગ કહેવાય છે.

  • બ્લૂમબર્ગના અહેવાલમાં અનઅપેક્ષિત ધનકૂબેરનું નામ બહાર આવ્યો, મૂળ ચીનનો 44 વર્ષીય ઝાઓ હાલ કેનેડામાં રહે છે.
  • ઝાઓની પાછલા મહિનાની આવક 20 બિલિયન ડોલર હતી, તેની કુલ સંપત્તિ 96 બિલિયન ડોલર માનવામાં આવે છે.
  • ઝાઓએ આબુ ધાબીમાં શાહી પરિવાર સાથે બેઠક કરી હતી, તેઓ પોતાનું બિનાંસ એક્સચેંજ લાવવા ઉત્સુક છે. તેમણે દુબઈમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈંડેક્સ મુજબ 44 વર્ષીય ઝાઓની કુલ મિલ્કત 96 બિલિયન ડોલર છે. આ પ્રથમ વખત છે જ્યારે બ્લૂમબર્ગે તેમની મિલ્કતનો અંદાજ લગાવ્યો છે. તેઓ એશિયાના સૌથી પૈસાદાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, મારક ઝુકરબગ અને ગૂગલના સંસ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિન કરતાં વધુ પૈસાદાર છે.

ઝાઓની મિલ્કત આના કરતાં વધુ હોય તેવી શક્યતા છે. આમાં તેમના વ્યક્તિગત ક્રિપ્ટો હોલ્ડિંગ્સને ધ્યાનમાં રાખવામાં આવ્યા નથી. બિનાંસ કોઈનમાં ગયા વર્ષે લગભગ 1300 ટકાનો વધારો થયો છે, તેની સફળતાએ હાલમાં કેટલાંક લોકોને પૈસાદાર બનાવ્યા હતાં.
અમેરિકી રેવન્યુ ખાતું એ બાબતની તપાસ કરી રહ્યું છે કે શું ઝાઓની કંપની મની લૉન્ડરીંગ અને વેરા ચોરી પણ કરે છે. ગયા વર્ષે બિનાંસે ઓછામાં ઓછા 20 બિલિયન ડોલરની આવક કરી હતી.

કેનેડાના નાગરિક ઝાઓનો જન્મ ચીનના જિઆંગ્સુ રાજ્યમાં થયો હતો. 2013માં તેમણે બિટકોઈનનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમાં રોકાણ માટે પોતાનું એપાર્ટમેન્ટ વેચી દીધું હતું. વર્ષ 2017માં તેમણે બિનાંસની સ્થાપના કરી હતી જે ટૂંક સમયમાં એક ક્રિપ્ટો પાવર હાઉસ બની ગયો હતો.

Most Popular

To Top