જયારે બહેતર વિશ્વ બનાવવામાં ક્રિકેટે મદદ કરી હતી

જયારે બહેતર વિશ્વ બનાવવામાં ક્રિકેટે મદદ કરી હતી

૧૯૭૦ માં પ્રવાસે આવનારી દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ ગોરાઓની જ બનેલી હતી કારણ કે તેની પાછળ રંગભેદી શાસનની વંશીય નીતિઓ, જવાબદાર હતી. આમ છતાં દક્ષિણ આફ્રિકાનો રમત બહિષ્કાર કરવા માટે ચળવળ ઉગ્ર બનતી જતી હતી

રામચંદ્ર ગુહા

આ વર્ષે ઇન્ડિયન પ્રિમીયર લીગની મેચ તેના ૨૦૦૮ માં પ્રારંભકાળથી પહેલી વાર નહીં રમાય જે મને વંચિત રહી ગયાનો વસવસો થતો હોય તેમણે પોતાના સાથી અંગ્રેજ ક્રિકેટપ્રેમીઓનો વિચાર કરવો જોઇએ. જેમને પણ ૧૯૪૬ થી પહેલી વાર જીવંત ક્રિકેટ જોવા નહીં મળે.
બીજા વિશ્વ યુદ્ધના અંતથી અંગ્રેજ ઉનાળામાં દર વર્ષે કાઉન્ટી ચેમ્પિયનશિપ યોજાતી આવી છે. તે જ રીતે અન્ય દેશોની ટીમ સાથેની ટેસ્ટ મેચો પણ યોજાતી આવી છે. ૧૯૭૦ માં પ્રવાસે આવનારી દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ ગોરાઓની જ બનેલી હતી કારણ કે તેની પાછળ રંગભેદી શાસનની વંશીય નીતિઓ, જવાબદાર હતી. આમ છતાં દક્ષિણ આફ્રિકાનો રમત બહિષ્કાર કરવા માટે ચળવળ ઉગ્ર બનતી જતી હતી. ૧૯૬૮-૬૯ ના શિયાળાનેા ઇંગ્લેન્ડનો નિયત થયેલો પ્રવાસ રદ થયો હતો. કારણ કે દક્ષિણ આફ્રિકાએ મૂળ કેપટાઉનમાં જન્મેલા અને હવે બ્રિટીશ નાગરિક બનેલા શ્યામવર્ણ ક્રિકેટર બેઝિલ દ’ઓલિવેરિયને ટીમમાં લેવાનો ઇન્કાર કર્યો હતો.
બીજા શિયાળે દક્ષિણ આફ્રિકાની આખી ગોરાઓની બનેલી રગ્બી ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. હાબેરી સાપ્તાહિક ‘ધ ન્યૂ સ્ટેટસ મેન’ એપાર્થેડ ઇઝ નોટ અ ગેમ’ લેખમાં આ મેચોનો બહિષ્કાર કરવાનો અનુરોધ કર્યો. રૂઢિચુસ્ત સાપ્તાહિક ‘સ્પેકટેટર’માં આ લેખનો જવાબ આપી દલીલ કરી કે રમત અને રાજકારણની ભેળસેળ ન થવી જોઇએ.
પ્રવાસ ચાલુ રહ્યો પણ સ્પ્રિંગ બોકસે દરેક ઠેકાણે વિરોધનો સામનો કરવામાં આવ્યો અને એક ઠેકાણે તો તેમની ટીમની બસનું અપહરણ કરવામાં આવ્યું.
૧૯૭૦ માં જે સંસ્થા ક્રિકેટ પર શાસન કરતી હતી તે કોલંબો ક્રિકેટ કલબ મૂળ સુધી રૂઢિચુસ્ત નીવડી અને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ચાલુ રહેવો જોઇએ તેવું ઠરાવ્યું. એમ. સી.સી. અને આઇ.સી.સી.ને યુ.કે.માં આવતા માપનાં નવાં ધોરણોની ચિંતા હતી તેમજ પિચની લંબાઇ ૨૨ વાર થી ફેરવી ૨૦.૧૨ મીટરની કરવાની અને બોલનું વજન ૫.૫ ઔંસથી ફેરવી ૧૫૫.૮ ગ્રામ કરવાની હિલચાલે તેની ઊંઘ ઉડાડી દીધી હતી.
બીજી તરફ સ્થળાંતરિત પીટર હૈન જેવા દક્ષિણી આફ્રિકી પીટર હૈન જેવા રંગભેદ વિરોધી કાર્યકરો પ્રવાસ અટકાવવા કૃતનિશ્ચયી હતા. તેમને જાણીતા ક્રિકેટલેખક અને બ્રોડકાસ્ટર અને રંગભેદના આજીવન વિરોધી અને દ’ઓલિવેરિયાનાં ઇગ્લેન્ડમાં પગલા પડાવનાર જોહન અર્પ્લોટનો ટેકો હતો. અર્પ્લોટે કહ્યું હતું કે હું મેચની કોમેન્ટરી આપવાની ના પાડીશ. અન્ય પત્રકારોએ પણ તેને ટેકો આપ્યો અને છતાં આયોજક સંસ્થા આ બધાને અવગણી ૨૦મી મે ૧૯૭૦ ના રોજ પહેલી ટેસ્ટ જૂનના પૂર્વાર્ધમાં નિયત કાર્યક્રમ મુજબ યોજાશે જ. ત્રણ દિવસ પછી આ પ્રવાસ રદ કરવામાં આવ્યો કેમ? ત્યારે ઇંગ્લેન્ડમાં મજૂર પક્ષ સત્તા પર હતો અને તેના મોટા ભાગના સભ્યો રંગભેદી શાસનો વિરોધ કરતા હતા. ગૃહમંત્રી જેકબ કેલેએ ક્રિકેટ કાઉન્સિલને એક પત્ર લખી પ્રવાસ કરવાની માંગણી કરી હતી. સરકારને સારું લગાડવા માટે ખંચકાટ અનુભવતા તેમણે સંમતિ આપી. આ લોકોને બદલે રૂઢિચુસ્તો સત્તા પર હોત તો પ્રવાસ આગળ વધ્યો જ હોત, પણ તેનું શું પરિણામ આવ્યું હોત તે કહી શકાય તેમ નથી.
૧૯૭૦ની કાઉન્ટી ચેમ્પિયનશીપ રાબેતા મુજબ આગળ વધી. પણ ટેસ્ટ મેચ રદ થવાથી જે ખાડો પડયો તે કેવી રીતે પૂરાય? ઇંગ્લેન્ડ સામે રેસ્ટ ઓફ ધ વર્લ્ડ – શેષ વિશ્વની ટીમો રમે તેવું નકકી થયું. બીયરની કંપની ગિનેલે ૨૦૦૦૦ પાઉન્ડના ખર્ચે આ શ્રેણી પ્રાયોજિત કરવાનું નકકી કર્યું. આ રકમ ત્યારે નાની સરખી ન હતી.
આથી બરાબર ૫૦ વર્ષ પહેલાં આ મહિને વિશ્વ તરફથી જુદા જુદા વંશોના ખેલાડીઓની બનેલી રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટીમ ઇંગ્લેન્ડ સામે રમવા નકકી થઇ હતી. સર્વકાલીન સૌથી મહાન ક્રિકેટર ગાફિલ્ડ સોબર્સને કેપ્ટન બનાવાયો. વેસ્ટ ઇન્ડીઝના રોહન કન્હાઇ, કલાઇવ લોઇડ, લાન્સ ગિબ્સ અને ડેરિક મરેની પસંદગી થઇ. ગોરા દક્ષિણ આફ્રિકનો બેરી રિચાર્ડઝ, ગ્રીમ પોલોક, એડી બાર્લો, પીટર પોલોક અને માઇક પ્રોકટરની, પાકિસ્તાનના ઇન્તખાબ આલમ અને મુશ્તાક મોહમ્મદની ઓસ્ટ્રેલિયન ગ્રેહામ મેકેન્ઝીની અને ભારતના ફરોખ એન્જીનીયરની પસંદગી થઇ હતી.
ગૃહ ટીમ ઇંગ્લેન્ડ કૌશલ્યની દૃષ્ટિએ વિરોધીઓ સાથે બરાબરી કરી શકે તેમ ન હતી. છતાં તેની પાસે કેટલાક સારા ખેલાડીઓ હતા. કેપ્ટન રે ઇલિંગવર્થ પાસે વિશાળ અનુભવ અને વ્યૂહાત્મક ભેજું હતું. બેટસમેનમાં જયોફ બોયકોટ અને કોલિન કાઉડ્રી, બોલરોમાં જોહ્‌ન સ્નો અને ડેરેક અંડરવૂડ હતાં. ઇંગ્લેન્ડનો વિકેટ કીપર એલન નોટ વિશ્વમાં શ્રેષ્ઠ હતો.
પહેલી ટેસ્ટ ૧૧ મી જૂન, ૧૯૭૦ ના દિને લોર્ડઝ પર શરૂ થઇ અને છેલ્લી ટેસ્ટ બરાબર બે મહિના પછી ઓવલમાં પૂરી થઇ. ઇંગ્લેન્ડે નોટિંગહામમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી હતી અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ અન્ય ચાર ટેસ્ટ જીતી ગઇ હતી. ક્રિકેટરસિકોને પ્રવાસીઓ સોબર્સ, લોઇડ અને બાર્લોય બે – બે સદીઓ સાથેની ફટકાબાજી માણવા મળી હતી તેમજ બાર્લો અને પ્રોકટરે કાતિલ ગોલંદાઝી કરી હતી.
૧૯૬૫ માં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે ડાબોડી બેટસમેન ગ્રીમ પોલોકે ખાસ્સી અસર જમાવી હતી. આ ઉનાળે પણ તેની પાસે ઘણી અપેક્ષાઓ રખાતી હતી, પણ પહેલી ચાર ટેસ્ટમાં તેણે સાધારણ દેખાવ કર્યો પણ છેલ્લે ઓવલમાં સદી ફટકારી તેણે જુદા જુદા દાવમાં ગેરી સોબર્સ સાથે લાંબો સમય રમી ઓછા સમયમાં ૧૫૦ રનની ભાગીદારી કરી હતી.
‘ધ ગાર્ડિયન’ માં જોહન આર્લોટે લખ્યું હતું કે વિશ્વના બે મહાન ડાબોડીઓની જુગલબંધી માણવા મળી. બન્નેના કવર ડ્રાઇવ અને સ્કવેર કટની સરખામણીથી દિલ તરબતર થઇ ગયું.
‘ધ ટાઇમ્સ’માં જોહન વૂડકોકે લખ્યું હતું. વિશ્વમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચા ચાલે છે. આ બેમાંથી વધુ સારો બેટસમેન કોણ? લો, આ બંને અહીં ભેગા થઇ ગયા. સોબર્સ પોલોકને નિહાળતો હતો. ગઇ કાલે પોલોક બન્ને સમાનોમાં પ્રથમ હતો. આ સિરીઝમાં અગાઉ સોબર્સનો ડંકો વાગતો હતો.
પોલોક અને સોબર્સે ક્રીઝ પર સામે હોય તે વધુ સારી અને ન્યાયી દુનિયાની ઝલક હતી તેમ આ બંને સમીક્ષકોને લાગ્યું હતું, એક દક્ષિણ આફ્રિકી અને એક વેસ્ટ ઇંડિયન એક સાથે એક ટીમમાંથી અગાઉ કયારેય રમ્યા નહતા.
સોબર્સ અને પોલોકની જુગલબંધીએ અમીટ છાપ ઉપસાવી છે. આ પાંચ મેચો સત્તાવાર ટેસ્ટ તરીકે ગણાવાઇ હતી પછી ક્રિકેટ કાઉન્સિલે તેનો દરજજો રદ કર્યો હતો. છતાં તેનું ઐતિહાસિક મહત્ત્વ ઓછું નથી થતું. રંગભેદ સામેનું યુદ્ધ રાજકીય ક્ષેત્રે લડાયું હતું અને જીતાયું હતું પણ રમતે પણ તે જંગમાં ભાગ ભજવ્યો હતો. રંગભેદ વિરોધી ચળવળકાર તરીકે ગણાતા ગેરી સોબર્સની સાથે અને સામે રમનાર તમામે આ ચળવળમાં પોતાનો ફાળો આપ્યો છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts