‘એક પ્યાર કા નગ્મા હૈ..’ના ગીતકાર સંતોષ આનંદ 81 વર્ષે લાચાર, બિલ ભરવાના પૈસા નથી

મુંબઇ (Mumbai): હિન્દી ફિલ્મોના એક સમયાના પ્રખ્યાત ગીતકાર (lyricist) સંતોષ આનંદને (Santosh Anand) લઇને સમાચાર આવ્યા છે. 81 વર્ષીય સંતોષ આનંદ કે જેમણે તેમના સમયમાં ઘણી હિન્દી ફિલ્મોમાં સુંદર સંગીત આપ્યું છે, તેઓ હાલમાં ભયંકર આર્થિક કટોકટીમાં છે. એક સમયે અઢળક ખ્યાતિ નામના મેળવી ચૂકેલા આ ગીતકાર એટલી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે કે તેમની પાસે બિલ ભરવાના પણ પૈસા નથી. એક તો ઉંમરની લાચારી અને ઉપરથી આર્થિક કટોકટી આ બંને ગીતકાર સંતોષ આનંદને જીવનના કપરાં દિવસો બતાવી રહી છે. જો કે ફિલ્મ જગત ખરેખર આવું જ અનિશ્ચિત છે. તમે ક્યારે ટોચ પરથી પટકાઇ જાઓ અને ક્યારે જમીન પરથી ટોચ પર પહોંચી જાઓ કંઇ કહેવાતુ નથી.

સંતોષ આનંદનો વિસ્તૃત પરિચય આપીએ તો ‘એક પ્યાર કા નગ્મા હૈ..’ – આ ગીત તમને બધાને યાદ જ હશે. આ ટીતના ગીતકાર સંતોષ આનંદ હતા. આ સિવાય તેમણે ‘મેઘા રે મેઘા મત જા તૂ પરદેસ’, ‘મોહબ્બત હૈ ક્યા ચીજ’, અને ક્રાંતિનું ‘જિંદગી કી ના તૂટે લડી..’ – જેવા મશહૂર ગીતો લખ્યા છે. સંતોષ આનંદનો જન્મ બુલંદશહેરના સિકંદરાબાદમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત “પુરબ ઓર પશ્ચિમ ” ફિલ્મથી કરી હતી. તેમણે પોતાનું પહેલું ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ’ લખ્યું હતું, જે 1972 ની ફિલ્મ ‘શોર’માં સાંભળ્યું હતું. આ ગીત મુકેશ અને લતા મંગેશકરે ગાયું હતું અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ જોડીએ કંપોઝ કર્યુ હતુ.

'એક પ્યાર કા નગ્મા હૈ..'ના ગીતકાર સંતોષ આનંદ 81 વર્ષે લાચાર, બિલ ભરવાના પૈસા નથી

આ પછી સંતોષ આનંદે ‘રોટી કપડા ઔર મકાન’ ફિલ્મ માટે ‘ઓર નહીં બસ ઓર નહીં’ અને ‘મેં ના ભૂંલૂંગા’ જેવા ગીતો લખ્યા હતા. આ માટે સંતોષને બેસ્ટ લિરિસિસ્ટનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેમણે ક્રાંતિ, ‘પ્યાસા સાવન’ અને ‘પ્રેમ રોગ’ જેવી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા. ‘મોહબ્બત હૈ ક્યા ચીજ’ એ ગીત હતું કે જેના માટે સંતોષ આનંદને તેમનો છેલ્લો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

'એક પ્યાર કા નગ્મા હૈ..'ના ગીતકાર સંતોષ આનંદ 81 વર્ષે લાચાર, બિલ ભરવાના પૈસા નથી

એવું કહેવામાં આવે છે કે સંતોષ આનંદને ત્યાં લગ્નના દસ વર્ષ પછી એક પુત્ર થયો હતો, જેનું નામ તેમણે ‘સંકલ્પ’ રાખ્યું હતુ. સંકલ્પ ગૃહ મંત્રાલયના IAS અધિકારીઓને સમાજશાસ્ત્ર અને ગુનાહિતશાસ્ત્ર શીખવતા હતો. જેણે 15 ઑક્ટોબર 2014 ના રોજ તેની પત્ની સાથે ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા કરી હતી. સંકલ્પની આત્મહત્યા (Suicide) પછી 10 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં ગૃહ વિભાગના ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને DGIના નામ શામેલ હતા. સંકલ્પનો આરોપ હતો કે કરોડોના ભંડોળમાં ગેરરીતિ થવાને કારણે આ અધિકારીઓએ તેને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું. જાણવા મળ્યુ છે કે સંતોષ આનંદ ઇન્ડિયન આઇડોલ 12 (Indian Idol-12) માં કમ્પોઝર પ્યારેલાલ સાથે જોવા મળશે. આ શોમાં નેહા ક્કરે તેમને 5 લાખ રૂપિયાની મદદ કરી છે.

Related Posts