જામ ખંભાળિયાના ગોઈંજ ગામમાં ઝેરી દવા ગટગટાવી પ્રેમીપંખીડાનો આપઘાત

જામનગર: જામનગર ( Jamnagar )ના જામ ખંભાળિયા ( Jam khambhaliya )ના ગોઈંજ ગામમાં દુપટ્ટો પગે બાંધેલી હાલતમાં પ્રેમી પંખીડાએ ( Lovers ) ઝેરી દવા પી (Poison) જીવન ટુંકાવી ( Suicide ) લીધું હતું. આ બનાવની જાણ થતાં જ પોલીસ ( Police ) ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સ્યુસાઇડ નોટ ( Suicide note ) અને ઝેરી દવાની બોટલ મળી આવી હતી. જામનગર જિલ્લાના જામ ખંભાળિયામાં ગોઈંજ ગામે (Goinj village) તળાવ પાસે પ્રેમીપંખીડાની લાશ પડી હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

જામ ખંભાળિયાના ગોઈંજ ગામમાં ઝેરી દવા ગટગટાવી પ્રેમીપંખીડાનો આપઘાત

આ બનાવમાં પોલીસે સ્થળ તપાસ કરતાં એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને એક થઇ નહીં શકતા હવે રહી શકાય તેમ નથી. આપઘાત કરનારની ઓળખ ગોઈંજ ગામના છૂટક મજૂરીકામ કરતા યુવાન મહેન્દ્ર બાબુભાઈ વિંજોડા (ઉં.વ.23) અને કોઠા વિસોત્રી ગામની વાડી વિસ્તારમાં રહેતી ભૂમિબેન ડાડુભાઈ માડમ (ઉં.વ.19) તરીકે થઈ હતી. બંનેએ જુદા નહીં પડે એ માટે પગમાં દુપટ્ટો બાંધેલી હાલતમાં ગત રાત્રે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં સ્થળ પરથી ઝેરી દવાની અડધી બોટલ પણ મળી આવી હતી. ત્યાર બાદ બંને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Related Posts