મહારાષ્ટ્રમાં 31 જુલાઇ સુધી લોકડાઉન લંબાયુ

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharastra) સરકારે સોમવારે 29 જૂને રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાવાયરસ (Covid19) સ્થિતિને કારણે 31 જુલાઇની મધ્યરાત્રિ સુધી કોવિડ-19 લોકડાઉન (Lock down) વધાર્યું હતું. પહેલાં જે પ્રતિબંધો અને છૂટછાટો હતી તે 31 જુલાઇ સુધી તે જ રીતે અનુસરવામાં આવશે એમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Udhdhav Thakrey) કહ્યુ છે.કન્ટેઇન્મેન્ટ ઝોન (Containment Zone)માં ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. તબીબી કટોકટી (Medical Emergency) સિવાય અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય જાળવવા સિવાય આ ઝોનમાં લોકોની હિલચાલની મંજૂરી રહેશે નહીં.

Coronavirus Maharashtra: State lockdown divided into three zones

નવા લોકડાઉનને મહારાષ્ટ્ર સરકારે ‘મિશન બીગન અગેન’ (Mission Begin Again) તરીકે ઓળખાવ્યુ છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યુ છે કે બધી આવશ્યક દુકાનો, આવશ્યક અને બિન-આવશ્યક ચીજો માટે ઓનલાઇન ડિલીવરી (Online delivery) ઉપરાંત તમામ ઔદ્યોગિક એકમો કે જે હાલમાં કાર્યરત છે તે ચાલુ રાખી શકાય છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘોષણા કરી છે કે મુંબઇમાં તમામ ખાનગી ઓફિસો 10% અથવા ફક્ત 10 લોકોના સ્ટાફ સાથે ચાલુ રાખી શકાય છે. સરકારે પ્લમબર (Plumber), ઇલેક્ટ્રિશિયન (Electrician), ગેરેજ ચલાવનાર (Garage), અખબાર વિતરણ (Newspaper distribution)ના કામોને મંજૂરી આપી છે.

Massive surge in Maharashtra COVID-19 cases; 74 test positive, 2 ...

તમામ સરકારી કચેરીઓ, ઇમરજન્સી, આરોગ્ય અને તબીબી સિવાય બેંકો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster management), પોલીસ (Police), એનઆઈસી (National Informatics Centre), ફૂડ અને સિવિલ સપ્લાય (Food And Civil Supply), એફસીઆઈ (Food Corporation of India), મ્યુનિસિપલ કચેરીમાં 15% સ્ટાફ અથવા 15 વ્યક્તિ – જે પણ વધારે હોય તેના હિસાબે કામગીરી ચાલુ રહી શકે છે.

મહારાષ્ટ્રમાં 31 જુલાઇ સુધી લોકડાઉન લંબાયુ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે કોવિડ – 19 નો સામનો કરવામાં સરકારની પ્રગતિ હોવા છતાં સંકટ હજી પૂરો થયો નથી અને રાજ્યના લોકોને વિનંતી કરી હતી કે તેઓ નિયમોનું પાલન કરે અને લોકડાઉન ફરીથી લાગુ ન થાય તેની ખાતરી આપે. તેમણે આગળ કહ્યુ કે, ‘છેલ્લા 15 દિવસમાં અમે સાવચેતીપૂર્વક અને ધીરે ધીરે દુકાનો અને કચેરીઓ ફરી શરૂ કરવાનું શરૂ કયુૅ છે, અમે મુંબઇમાં આવશ્યક કર્મચારીઓ માટે લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરી છે, પરંતુ રોગચાળો હજી પણ આપણા માથા ઉપર છવાયો છે. અમે ધીરે ધીરે અર્થવ્યવસ્થા ખોલવાની શરૂઆત કરી રહ્યા છીએ, તેથી તેનો અર્થ એ નથી કે સંકટ ટળી ગયુ છે. હું તમને વિનંતી કરું છું કે તમે જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળો.’ મહારાષ્ટ્ર 1,64,624 કેસ સાથે ભારતમાં સૌથી વધુ કેસમાં ટોચના સ્થાને છે. અત્યાર સુધી અહીં કોરોનાથી 7000 જેટલા દદીૅઓના મોત થયયા છે, જેમાં ઘણા પોલીસકમીૅઓ પણ છે.

Related Posts