સ્થાનિક સ્તરે વિરોધ વચ્ચે કોંગ્રેસના કીરીટસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી

અંદર ખાને છૂપો રોષ છતાં ફોર્મ ભરતાં સમયે નેતાઓના ‘‘હમ સાથ સાથ હૈ’’ ના દ્રશ્યો

(પ્રતિનિધિ) વડોદરા, તા.૧૫ આગામી ૩જી નવેમ્બરના રાજયની ૮ વિધાનસભા ના બેઠકના પેટા ચૂંટણી જંગ અંતર્ગત કરજણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જં યોજાનાર હોય ભાજપ તરફથી અક્ષય પટેલે ફોર્મ ભરાયા બાદ આજે કોંગીના ઉમેદવાર પસંદગી મુદ્દે સ્થાનિક સ્તરેથી વિરોધ વંટોળ ઉઠયા બાદ આજે ઘીના ઠામમાં ઘી ઠરવા પામ્યું હોય તેમ કોંગ્રેસના ઉમેદવાર કીરીટસિંહ જાડેજાએ ઉમેદવારીપત્ર રજૂ કરવા સમયે તમામ કોંગી નેતાઓ તથા કાર્યકરો હમ સાથ સાથ હૈ ના દ્રશ્યો ઉભા કરવાના પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રા વિગતો અનુસાર ૨૦૧૭ના ડીસેમ્બર વિધાનસભા જંગમાં કરજણ બેઠક પરથી કોંગ્રેસના અક્ષય પટેલનો નજીવી સરસાઈથી વિજય મેળવ્યા બાદ ત્રણ માસ પુર્વ રાજય સભાના યોજાયેલ ચૂંટણી જંગમાં અક્ષય પટેલે રાજીનામુ આપતા આગામી ત્રીજી નવેમ્બરના રોજ રાજયની આઠ વિધાનસભા પેટા ચૂંટણીના યોજાનાર જંગ સાથે કરજણ બેઠક પણ જંગ યોજાનાર હોય ભાજપ તરફથી અક્ષય પટેલને ટીકીટ ફાવ્ય બાદ તેઓએ મંગળવારે નામાંકન પત્ર ભર્યું હતું. જયારે કોંગ્રેસ તરફથી કીરીટસિંહ જાડેજાનું નામ જાહેર થતા સ્થાનિક સ્તરેથી વિરોધ ઉઠવા પામતા પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરાઈ હતી તેમ છતાં કોંગ્રેસે કીરીટસિંહ નું નામ યથાવત રાખતા આજે કીરીટસિંહ જાડેજાએ તેમનું ઉમેદવારીપત્રક ભરવા સમયે વિરોધ કરનાર નેતાઓ સહિત કોંગી નેતાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહેતા ઘીના ઠામમાં ઘી ઠરવા પામ્યાની લાગણી જાવા મળવા પામી હતી. આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રીયાનો અંતિમદિન હોય કોઈ વધુ ઉમેદવારી નહીં નોંધાય તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવા પામશે નું જાણવા મળેલ છે.

કિરીટસિંહ જાડેજાની રેલીમાં પણ કાર્યકરોના ટોળા : સોશિયલ ડિસ્ટન્સીંગના લીરા ઉડયા

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્ના છે, ત્યારે આજે કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતી વખતે સરકારી ઓફિસમાં કોંગ્રેસી કાર્યકરોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ફોર્મ ભર્યાં પહેલા કોંગ્રેસી કાર્યકરોના ટોળા ભેગા કર્યાં હતા અને સરેઆમ જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને કોરોનાની ગાઇડલાઇનો ભંગ કર્યો હતો. કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે નવરાત્રિ પર્વમાં ગરબા રમવા માટેની મંજૂરી આપી નથી, પરંતુ, ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજકીય પાર્ટીના નેતાઓ સભામાં અને ફોર્મ ભરતી વખતે ટોળા ભેગા કરીને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્ના છે અને નેતાઓ છડેચોક કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરે છે, છતાં તેમની સામે કોઇ કાર્યવાહી થતી નથી. ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા પહેલા રીતસરની સભા યોજી હોય તેના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ખુલ્લેઆમ સોસિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જેને કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે.

કરજણ પેટા ચૂંટણીમાં કુલ પાંચ ફોર્મ ભરાયા : અક્ષય પટેલે પુનઃ ફોર્મ ભર્યું

૧૪૭ કરજણ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના સાતમા દિવસે વધુ બે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા તથા અગાઉ જેઓ ઉમેદવારી નોંધાવી છે એવા એક ઉમેદવારે આજે ફરી થી ફોર્મ ભર્યું હતું. તા.૯મી ઓક્ટોબર થી આ કાર્યવાહી ચાલી રહી છે. આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર  જાડેજા કિરીટસિંહ અને અપક્ષ સુરતિયા જયદીપસિંહ એ ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષયકુમાર પટેલે ફરી થી ફોર્મ ભર્યું હતું.   આમ,અત્યાર સુધી આ બેઠક માટે ચાર ઉમેદવારો એ ૫ ફોર્મ ભર્યા છે.   આવતીકાલ તા.૧૬ મી ના રોજ ઉમેદવારી નોંધાવવા નો છેલ્લો દિવસ છે.કરજણ તાલુકા સેવા સદન ખાતે આવેલી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ની કચેરી અને મામલતદાર સહ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં સવારના ૧૧ થી બપોરના ૩ વાગ્યા સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. અડધી બેઠક વ્યવસ્થા સાથે થિયેટરો શરૂ થયાના પહેલા દિવસે કાગડા ઉડતા જાવા મળ્યા

Related Posts