સુરતના આ ગીચ વિસ્તારમાં વધી રહ્યું છે લોકલ ટ્રાન્સમિશન: એક જ દિવસમાં ત્રણ કેસ

સુરત શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ગીચ અને સ્લમ વિસ્તારોમાં કેસ સતત વધતા તંત્રની ચિંતા વધી રહી છે. સુરત શહેર વિસ્તારમાં અત્યારસુધી પોઝીટીવ કેસનો કુલ આંક 1186 પર પહોંચી ચુક્યો છે. અને દરરોજ વધુ ને વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ભટાર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કેસો વધુ આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરમાં અઠવા ઝોનમાં ભટાર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 6 કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા છે. અને શુક્રવારે બપોર સુધીમાં ભટાર વિસ્તારમાં વધુ ત્રણ પોઝીટીવ કેસો નોંધાયા હતા. શુક્રવારે આઝાદનગર, તડકેશ્વરનગર અને રસુલાબાદમાંથી વધુ 3 કોરોનાના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા. આઝાદનગરના 60 વર્ષના બાબુભાઈ સીંગાપુરમ, તડકેશ્વરનગરના 75 વર્ષના મહિલા આધેડ લીલીબેન તેમજ રસુલાબાદમાં પણ એક પોઝીટીવ કેસ મળી આવતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ભટાર વિસ્તારમાં આ ગીચ એરિયામાં વધુ કેસો સામે આવી રહ્યા છે. અઠવા ઝોનમાં છેલ્લા ત્રણ દિવસથી 6 કેસો મળી આવ્યા છે. ભટાર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનને કારણે કેસો વધી રહ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. અહી વસતી પણ ગીચ હોય, સંક્રમણ ફેલાઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યો છે. અને આ વિસ્તારના તમામ લોકોને ફરજીયાત હોમ કોરેન્ટાઈન માટેનો આદેશ આપવામાં આવ્યો છે. સુરતમાં અઠવા ઝોન વિસ્તારમાં અત્યારસુધીમાં કુલ 39 પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યા છે.

શુક્રવારે વધુ 1 મોત પણ નોંધાયુ

સુરત શહેરમાં કોરોનાને પગલે વધુ એક મોત શુક્રવારે નોંધાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે સુરતમાં ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા બેતુલ્લા રમજાન અલીનું કોરોનાને કારણે મોત થયું હતું. તેઓને છેલ્લા કેટલાક દિવસથી તાવ અને ગળામાં દુખાવાની ફરીયાદ હતી. જેથી તેઓને નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરતમાં મૃતકોનો કુલ આંક 56 પર પહોંચ્યો છે. અને્ સુરતમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 34 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવ્યું છે. અત્રે ઉ્લ્લેખનીય છે કે, સુરત શહેરમાં ઘણા દર્દીઓ ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. સુરતમાં ગુરૂવાર સાંજ સુધીમાં કુલ 802 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અને સુરતનો રીકવરી રેટ 67.7 પર પહોંચ્યો છે.

Related Posts