સૌરાષ્ટ્ર તેમજ રાજ્યમાં 11 અને 12 સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદની આગાહી

ગાંધીનગર: રાજ્યમાં આ વખતે વરસાદે (Rainfall) ધમાકેદાર બેટિંગ કરી છે જેનાં કારણે રાહતની સાથે ઘણું નુકસાન પણ થયુ છે. પરંતુ વરસાદે થોડાક અંશે રાહતનો શ્વાસ લીધો હતો. એવામાં ગત રોજ ફરી વાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી અને ગતરોજ રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજયમાં પાંચ તાલુકાઓમાં 1 થી 20 મીમી વરસાદ થયો હતો. જેમાં તાપીના ડોલવણમાં 20 મીમી સુધી વરસાદ નોધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી એટલે કે 08.09.2020 અંતિત 1012.12 મીમી વરસાદ પડ્યો હતો. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 121.79 ટકા છે.

સૌરાષ્ટ્ર તેમજ રાજ્યમાં 11 અને 12 સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદની આગાહી

વેધર વોચ ગૃપના વેબિનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operations Center) ખાતે રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના સૌરાષ્ટ્ર (Saurashtra) તેમજ ગુજરાત રિજિયનમાં તા. 11 અને 12 સપ્ટેમ્બરના રોજ હળવો વરસાદ થવાની અને તા.18 થી 24 દરમિયાન વરસાદમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. તે સિવાય ગુજરાતના અન્ય સ્થળોએ આગામી દિવસોમાં વરસાદ થવાની શકયતા નહિવત છે, તેવી હવામાન ખાતા (Weather account)એ આગાહી કરી છે. બેઠકમાં કૃષિ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.07.09.2020 સુધીમાં અંદાજીત 85.11 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.

સૌરાષ્ટ્ર તેમજ રાજ્યમાં 11 અને 12 સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદની આગાહી

જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 84.43 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 100.26 ટકા વાવેતર થયુ છે. વરસાદને કારણે રાજયનાં 15 જેટલા જિલ્લાઓમાં પાક નુકશાની અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે. સિંચાઇ વિભાગ (Irrigation Department)ના સુત્રોએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 3,08,282 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 92.28 ટકા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ જળસંગ્રહ 86.75 ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-167 જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-10 જળાશય તેમજ વોર્નિંગ ઉ૫ર કુલ-06 જળાશય છે.

સૌરાષ્ટ્ર તેમજ રાજ્યમાં 11 અને 12 સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદની આગાહી

શરૂઆત માં મેઘરાજા ની ધમાકેધાર એન્ટ્રી થતા ખેડુતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો. પણ હવે તો મેઘરાજા ખેડુતોને સંતાકુકડી રમાડી રહ્ના હોય તેવું કરી રહ્યા છે. ધરતીપુત્રો પોતાના ખેતરમાં મોઘાધાટ બિયારણ તેમજ ખાતરપાણી કરીને તૈયાર કરેલી  ખેતી પણ નિષ્ફળ જૈસે કે શું તેવા ખેડુતોના મનમાં થઇ રહ્યા છે.

Related Posts