‘હાસ્ય વગર જીવન શું કામનું, જે નહીં હસે તેનું જીવન નકામું’

હાસ્યરસ : મનુષ્યને સામાજિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે જેનામાં સમજ, લાગણી, ગુસ્સો, દુખ, સુખ, હાવભાવ, બોલીભાષા, બોલવાની, સાંભળવાની તથા અભિવ્યક્ત કરવાની સમજ છે. આજે આપણે વાત કરીશું કે જીવનમાં હાસ્યનું શું મહત્વ છે. હાસ્ય શા માટે જરૂરી છે?, હાસ્યથી લાભ થાય છે ખરો ? મિત્રો જીવનમાં હાસ્યનું મહત્વ (The importance of laughter in life) ઘણુ બધુ છે. હાસ્ય જીવનમાં ખુશી, ઉમંગ ભરી દેય છે જેનાં કારણે જીવન જીવવા માટે પ્રેરણા મળે છે. જો તમે કહો કે મને હસવું આવતુ જ નથી તો તેનું નિવારણ છે. હા ઘણા બધા સાથે એવુ થાય છે કે કોઈ બાજુમાં ઉભો રહીને જોક મારી જાય તો ઘણા બધા પેટ પકડીને હસવા માંડે છે પરંતુ એકાદ અપવાદ મળી જાય છે કે તેને હસવુ જ નથી આવતુ અને તેના ન હસવાનાં કારણે લોકો તેને જોઈને હસવા લાગે છે.

'હાસ્ય વગર જીવન શું કામનું, જે નહીં હસે તેનું જીવન નકામું'

મિત્રો જણાવી દઈએ કે હસવાથી ચહેરા પર રોનક કે ચમક રહે (Laughter makes your face glow) છે જે લોકોને આકર્ષિત કરે છે. હસવાથી તમારી ઉર્જામાં વધારો અનુભવાય છે. વિશ્વમાં પ્રથમ વખત વર્લ્ડ સ્માઈલ ડે 1999માં મનાવવામાં આવ્યો છે. જે દર વર્ષે ઓક્ટોબર માસનાં પ્રથમ શુક્રવારનાં રોજ મનાવવામાં આવે છે. હસવાથી સૌથી મોટો ફાયદોએ છે કે હાર્ટ એટેકનો ખતરો ઓછો (Low risk of heart attack) થઈ જાય છે. જો ક્રમ અનુસાર હસવાના ફાયદાની વાત કરીએ તો હસવાથી ચહેરાની રોનક વધે છે, પોતે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ્ય (Physically and mentally healthy) અનુભવાય છે. હસવાથી પોતાની પર્સનાલિટીમાં નિખાર આવે છે. એક રીતે જોવા જઈએ તો હસવું એ પણ એક કસરત જ છે.

'હાસ્ય વગર જીવન શું કામનું, જે નહીં હસે તેનું જીવન નકામું'

તમે નોટિસ કર્યુ હશે કે જે લોકો વધુ ચૂપ રહે છે તેનાથી લોકો કામ પૂરતી જ વાતો કરતા હોય છે પરંતુ જે વ્યક્તિ હસમુખો હોય ભલે તે શાળામાં, કોલેજમાં, નોકરી પર કે સમાજમાં હોય તો તેના મિત્રો ઘણા બધા હોય છે. લોકો તેવા લોકોને વધુ પસંદ કરે છે જે હસમુખ હોય છે. એક કહાવત પણ છે જ ને કે હસે તેનું ઘર વસે.. શોર્ટમાં જણાવીએ તો ઘર વસાવાની વાત તો નથી પરંતુ હસવાથી પોતાના ઘરમાં પણ એક પોઝિટિવ એનર્જી (Positive energy) રહે છે.

'હાસ્ય વગર જીવન શું કામનું, જે નહીં હસે તેનું જીવન નકામું'

જો તમને ખરેખર વધારે હસવુ ન આવે તો તમે કોઈ કોમેડી શો કે જોક વગેરે વાંચી શકે છો. હસવાનો મતલબ એ નથી કે કામ વગર હસવું પરંતુ હસવું એ તો જરૂરી. એક સર્વે મુજબ હસનાર વ્યક્તિઓનાં હ્રદયની બિમારી, હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છએ. હસનાર વ્યક્તિનાં શરીરમાં વધુ માત્રામાં ઓક્સિજન પહોંચે છે. હસવાથી ઉંઘ પણ ઘણી સરસ આવે છે હવે કહેશો કે હસવાથી ઉંઘ કેવી રીતે આવે તે જણાવી દઈએ કે હસવાથી શરીરમાં મેલાટિનિન નામનું હાર્મોન બને છે જે સારી ઉંઘ લાવવા માટે મદદ કરે છે. અને શરીર પણ તંદુરસ્ત રહે છે. હસવાથી તમારી આળસ દૂર થઈ શકે છે. હસવાથી તમારી તમામ સમસ્યા કે તણાવ દૂર ભાગી શકે છે. તેથી હસતા રહો ખુશ રહો.

Related Posts