ગુજરાતી ભાષા શિખવું ગુજરાતમાં અનિવાર્ય

હાલ આપણે ત્યાં બાળક નાનું હોય ત્યારથી મા બાપ બાળકોને ઇગ્લીશ મીડીયમ સ્કુલમા ભણાવવાનો આગ્રહ રાખતા હોય છે આવી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલોમાં અભ્યાસ ઇગ્લીશમાં હોય છે. લખવા બોલવાનું ઇંગ્લીશમાં હોવાથી બાળકો ગુજરાતી લખી વાંચી શકતા નથી. મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરલ કે અન્ય રાજયોમાં માતૃભાષાનું શિક્ષણ ફરજીયાત હોય છે ત્યાના લોકો માતૃભાષામાં બોલવા લખવા કે વાચવામાં ગૌરવ અનુભવે છે તેવોનો માતૃભાષા પ્રત્યે ખુબ જ પ્રેમ હોય છે જયારે આપણે ત્યાં મા બાપો પોતાના બાળકને ઇંગ્લીશ ભાષા સિવાય ગુજરાતી લખતા વાચતા તો આવડુ જ નથી તેમ કહી જાણે કે તેવો એ ગુજરાતી ભાષાને લુપ્ત કરી દેવાનું બીડું લીધુ હોય તેવુ આપણે લાગી આવે છે આપણે જ આપના બાળકોને પ્રથમ શિક્ષણ આપણી માતૃભાષામાં ગુજરાતીમાં જ આપવું જોઇએ અને તે માટે ગુજરાતની તમામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલોમાં ગુજરાતી શિક્ષણ ફરજીયાત કરવાની જરૂર છે. આજે છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતીમાં વાંચવાના ફાફા પડી જાય છે. જો આમ જ ચાલશે તો આવનારા બે ત્રણ દાયકામાં ગુજરાતી ભાષા લુપ્ત થઇ જશે. ગુજરાતી ભાષાનું શિક્ષણ દરેક ઇંગ્લીશ મીડીયમ સ્કૂલોમાં તાકીદે ફરજીયાત કરવાની ખુબ જ જરૂર છે. ગુજરાતી ભાષાના કવિ સાહિત્યકાર નર્મદના ગુજરાતીમાં ગુજરાતીના ફાફા?

સુરત     -વિજય તુઇવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts