Latest News

More Posts

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પોલીસ દળ વર્ગ-૩ની સીધી ભરતી (Direct Recruitment of Police) પારદર્શક, નિષ્પક્ષ અને સત્વરે થઇ શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. આ કાયમી ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના આઈ.પી.એસ. અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય ૪ સભ્યો રહેશે.

  • પોલીસની સીધી ભરતી -ખાતાકીય બઢતીની પરીક્ષા માટે ‘પોલીસ ભરતી બોર્ડ’ની રચના
  • ભરતી બોર્ડમાં અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના આઈ.પી.એસ. અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય ૪ સભ્યો રહેશે

આ બોર્ડ દ્વારા આગામી સમયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની ૪૭૨ જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૬,૬૦૦ જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૩,૩૦૨ જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF)ની ૧,૦૦૦ જગ્યાઓ, જેલ સિપોઈ(મેલ)ની ૧,૦૧૩ જગ્યાઓ તેમજ જેલ સિપોઈ(ફીમેલ)ની ૮૫ જગ્યાઓ મળી કુલ ૧૨,૪૭૨ જેટલી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.

પોલીસ ભરતી બોર્ડ બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, પ્લાટુન કમાન્ડર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર, ઇન્ટેલિજન્સ ઓફિસર, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF), જેલ સિપોઈ(મેલ) તથા જેલ સિપાઈ(ફીમેલ) ઉપરાંત પોલીસ ખાતાના વર્ગ-૩ના તમામ પોલીસ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષાઓ તથા સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવતી રાજ્ય પોલીસ દળના વર્ગ-૩ના પોલીસ કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ તથા ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની અને તે અંગેની તમામ આનુષાંગિક કાર્યવાહી કરશે.

To Top