Latest News

More Posts

રિફાઇનરી સામે કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી

વડોદરા પાસે કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં 11 નવેમ્બરના રોજ બેન્ઝીન ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. આ ધટનામાં આંદાજીત 12 કલાકની મથામણ બાદ મળસ્કે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં બેના મોત થયા હતા. આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગે તપાસ પૂર્ણ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓથોરીટી દ્વારા રિફાઇનરીને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.
જે અંગે નાયબ નિયામકે જણાવ્યું હતુ કે, ગુજરાત રિફાઇનરી દ્વારા ઔદ્યોગિક સુરક્ષા સુનિશ્ચિત નહીં કરવામાં આવી હોવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

જેના માટે ગુજરાત રિફાઇનરીને કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી છે. રિફાઇનરીના સત્તાધીશો દ્વારા જવાબ આપવામાં આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જરૂર પડ્યે કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આ મામલે રિફાઇનરી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં શું કારણ સામે આવ્યું છે, તેની વિગતો હજી સુધી બહાર આવી નથી.

To Top