અત્યાર સુધી શિક્ષકો માટે આવશ્યક બી.એડ.ની પદવી માટેના પ્રવેશો, વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક થયા બાદ મેળવતા હતા. શિક્ષણજગતમાં એવી પણ ચર્ચા થતી...
જ્યારે આપણે જોઈએ છીએ કે પાકિસ્તાનની ચૂંટણીઓમાં શું થઈ રહ્યું છે ત્યારે આપણે આભારી થવું જોઈએ કે આપણી લોકશાહી વધુ મજબૂત છે....
દિલ્હીના દરવાજે પોતાના મોટા આંદોલનને બંધ કર્યાના બે વર્ષથી થોડો વધુ સમય પછી, ખેડૂતો ફરી એકવાર આંદોલને ચડ્યા છે.જો કે તેની માંગણીઓ...
ફરુખાબાદ (UP): વેલેન્ટાઈન ડે (Valentine’s day) 14મી ફેબ્રુઆરીના દિવસે હિંદુ મહાસભાએ મોટી જાહેરાત કરી છે. મહાસભાના જણાવ્યા મુજબ યુપીના ફરુખાબાદની તમામ હોટલ...
ચંદીગઢ: હરિયાણા-પંજાબની (Haryana-Punjab) ઘણી સરહદો પર પોલીસ સાથે ઘર્ષણ છતાં આંદોલનકારી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. તેમજ ગઈકાલે સરકાર સાથે...
વાંસદા: (Vasda) વાંસદા – ધરમપુર રોડ ઉપર આઈસર ટેમ્પો અને બાઈક (Tempo And Bike) વચ્ચેના અકસ્માતમાં બાઈક પર સવાર પિતા – પુત્રીનું...
ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ગુજરાતના નારગોલ બંદરને વિકસાવવા માટે સતત બે વખત ટેન્ડર પ્રક્રિયા ગુજરાત મેરિટાઈમ બોર્ડ (Gujarat Maritime Board) દ્વારા હાથ ધરાઈ...
બાયોમેડિકલમાં ઊંડા સંશોધન અને પ્રગતિ માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) વચ્ચે તાજેતરમાં...
ઈસ્લામાબાદ: (Islamabad) પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ (Nawaz Sharif) શરીફ રેકોર્ડ ચોથી વાર વડા પ્રધાન બને તેવા પ્રયાસોની સંભાવના વધી રહી છે....
અબુ ધાબીઃ (Abu Dhabi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે અબુ ધાબીમાં અહલાન મોદી કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. પોતાના ભાષણની શરૂઆત કરતા...
સોનીપત: (Sonipat) ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચ દરમિયાન સોનીપત જિલ્લાને દિલ્હી સાથે જોડતી સિંઘુ બોર્ડર (Sindhu Border) સોનીપત પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત...
અબુ ધાબી: (Abu Dhabi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Modi) આજે એટલેકે મંગળવારે અબુધાબીમાં આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. UAEના...
ભરૂચ: (Bharuch) આમોદ તાલુકાના નવા દાદાપોર ગામમાંથી પસાર થતી કેનાલમાં (Canal) ઘણી વખત ગાબડું પડવાના કારણે પાણી લોકોનાં ઘરો, વાડામાં અને ખેતરોમાં...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ગલકુંડ ગામ નજીકનાં વળાંકમાં ખાલી લક્ઝરી બસ પલટી મારી જતા અકસ્માત...
અંકલેશ્વર: અંક્લેશ્વર (Ankleshwar) તાલુકાના અંદાડા (Andada) ગામે અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ (Wedding) ચાલી રહ્યો હતો તે વેળા એક મહિલાએ અચાનક મહેમાનોની (Guest)...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) UAE સ્થિત પ્રથમ હિન્દુ મંદિરના (Temple) અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે અબુ ધાબી (Abu Dhabi) પહોંચ્યા છે....
નવી દિલ્હી: અદાણી-હિંન્ડેનબર્ગ કેસમાં (AdaniHindenburgCase) કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની તપાસને મંજૂરી આપનાર સુપ્રિમ કોર્ટના (SC) ચુકાદા...
રામપુરની (Rampur) સાંસદ/ધારાસભ્ય અદાલતે અભિનેત્રીમાંથી (Actress) રાજકારણી બનેલા જયા પ્રદાની ધરપકડ કરવા અને 27 ફેબ્રુઆરીએ કોર્ટમાં (Court) રજૂ કરવાનો પોલીસ અધિક્ષકને આદેશ...
ગાંધીનગર(GandhiNagar): ચાલુ વર્ષ 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી (LokSabhaElection2024) યોજાવાની છે. તેના પડઘમ સંભળાવા લાગ્યા છે. બોર્ડ એક્ઝામ બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખો...
શહેરના એક પ્રવેશદ્વાર એવા છાણી ફ્લાય ઓવરને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો . બુલેટ ટ્રેન માટેના બ્રિજની કામગીરી પુરજોશમાં ચાલી રહી...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન દત્તાજીરાવ ગાયકવાડે મંગળવારે 95 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો...
નવી દિલ્હી: દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે (TataMotors) આજે તા. 13 ફેબ્રુઆરી તેની ઈલેક્ટ્રિક કારના (ElectricCar) ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો...
મુંબઈ(Mumbai) : મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ સીએમ અશોક ચવ્હાણ (AshokChavan) આજે તા. 13 ફેબ્રુઆરીએ ભાજપમાં (BJP) જોડાયા છે. અશોક ચવ્હાણ મુંબઈમાં બીજેપી કાર્યાલય...
નવી દિલ્હી: મોડી રાત સુધી ચાલેલી મિટીંગમાં કેન્દ્ર સરકારે માંગણી નહીં સ્વીકારતા આખરે આજે સવારથી પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી...
સુરત: કાળ કેટલો નિર્દયી હોય છે તેનો પુરાવો આપતી ઘટના સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં બની છે. બે મહિના પહેલાં લવમેરેજ કરનાર...
સુરત(Surat): સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર (Treatment) માટે લઈને આવેલી ભરૂચની (Bharuch) 6 વર્ષની બાળકીનું સિટીસ્કેન (CityScan) સેન્ટરમાં સિટીસ્કેન કરતી વખતે મશીનમાં બેભાન...
નવી દિલ્હી(NewDelhi) : પંજાબના (Punjab) આંદોલનકારી (Protest) ખેડૂતોએ (Farmers) આજે તા.13 ફેબ્રુઆરીની સવારે દિલ્હી તરફ કૂચ (DelhiMarched) શરૂ કરી દીધી છે. તેમની...
દાહોદ તા. ૧૨દાહોદ જિલ્લામાં સ્ત્રી અત્યાચારના બનેલા બે બનાવો બનાવ પામ્યાં છે જેમાં બંન્ને બનાવોમાં પરણિતાઓને તેમના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક...
કાલોલ તા.૧૨કાલોલ ની ગોમા નદીમાંથી ખુલ્લેઆમ ઠેક ઠેકાણે ખનન માફીયા દ્વારા રેતી અને માટીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે જે...
લીમખેડા, તા.૧૨લીમખેડા પોલીસ મથક નજીક દેવગઢ બારિયા રોડ પર રોડની સાઈડમાં ઊભેલા પ્રાથમિક શિક્ષક તથા તેના બે મિત્રો ને કુઝર જીપે અડફેટે...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.