નવી દિલ્હી: યશસ્વી જયસ્વાલે (Yashaswi Jaiswal) ભારત (India) અને ઈંગ્લેન્ડ (England) વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની (Test match) શ્રેણીમાં શાનદાર પ્રદર્શન...
સુરત: શહેરના અલથાણ વિસ્તારમાં પર ઝાડ પર લટકીને બે દિવસ પહેલાં બે યુવતીએ આપઘાત કર્યો હતો, તે જ ઝાડ પર લટકી આજે...
નવી દિલ્હી: અમેરિકાના (America) નેબ્રાસ્કામાં (Nebraska) એક મગરના પેટમાંથી 70 સિક્કા મળી આવ્યા છે. આ 36 વર્ષનો સફેદ મગર છે. ઓમાહા ઝૂ...
કામરેજ: કઠોદરામાં ફ્લેટ ખાલી કરાવવા માટે સાસુ-વહુએ ફ્લેટમાં રહેતી મહિલાને લાકડીના સપાટા મારી બેભાન કરી નાંખી હતી. ઘર ખાલી કરાવવા માટે પીડિતા...
સુરત(Surat): અયોધ્યા (Ayodhya) ધામ ખાતે નિજ મંદિરમાં શ્રીરામ (ShirRam) ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી દેશભરમાં ઉત્સાહનો માહોલ છે અને હજી પણ વિભિન્ન કાર્યક્રમોનું...
અમદાવાદ: ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટસ (Institute of Cost and Management Accountants) દ્વારા 2013ના ડિસેમ્બર મહિનામાં સીએમએ ઈન્ટર તેમજ ફાઈનલ પરીક્ષા...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા....
નવી દિલ્હી: ખેડૂતોની (Farmers) દિલ્હી માર્ચને (Delhi March) લઈને કેન્દ્ર સરકાર (Central Government) અને પંજાબની (Panjab) ભગવંત માન સરકાર સામ-સામે આવી ગઈ...
સુરત: શહેરના સચિન વિસ્તારમાં આશાસ્પદ યુવકના આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી છે. કન્યા પસંદ નહીં હોવા છતાં પરિવારે બળજબરીપૂર્વક લગ્ન નક્કી કરી દેતાં...
નવી દિલ્હી: યુપીમાં લોકસભા (Lok Sabha) ચૂંટણી (Election) માટે સપા (Samajwadi Party) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ (Congress)...
*જૈન સમાજ દ્વારા યોજવામાં આવેલી શોભાયાત્રામાં પરવાનગી વિના હાથીને સામેલ કરાતા વનવિભાગ દ્વારા કાર્યવાહી વડોદરા શહેરમાં એક માસ અગાઉ સર્જાયેલા હરણી દુર્ઘટના...
સુરત: શહેરમાં ફરી એક માસૂમ બાળકી નરાધમની હવસનો શિકાર બની છે. આ શરમજનક ઘટના શહેરના ચોક બજાર વિસ્તારમાં બની છે. અહીં ગઈકાલે...
કાનપુર: રાહુલ ગાંધીની (RahulGandhi) ભારત જોડો ન્યાય યાત્રાને (BharatJodoNyayYatra) લઈને કાનપુરમાં (Kanpur) પોસ્ટર (Poster) અને બેનર લગાવવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે...
રાંચી: ભારત વર્સીસ ઈંગ્લેન્ડની પાંચ ટેસ્ટ મેચની સિરિઝમાં ભારત 2-1થી આગળ છે. હવે આ સિરિઝની ચોથી ટેસ્ટ મેચમાં રાંચીમાં રમાનાર છે. ભારતીય...
મુંબઈ: મનોરંજનની દુનિયામાંથી સતત બીજા દિવસે માઠાં સમાચાર આવ્યા છે. ગઈકાલે મંગળવારે રુતુરાજ સિંહના નિધન બાદ આજે રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે...
મોડી રાત્રી દરમિયાન ઘટના બનતા જાનહાનિ થતા ટળી : દરરોજ અહીં 100 થી 200 વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે : ( પ્રતિનિધિ )...
કોઈ વહાણ ડૂબવાનું હોય તે પહેલાં ઉંદરડા તેમાંથી કૂદી પડતા હોય છે. કોંગ્રેસની પણ હાલત તેવી જ છે. લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસની...
૨૧ મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ છે.માતૃભાષા દિવસ ઉજવવો પડે છે એ વાત જ સાબિત કરે છે કે માતૃભાષા ગુજરાતી માટે આપને બહુ...
શહેરમાં વાહનો સરળતાથી પસાર થાય, અકસ્માત ન થાય, તેના નિયંત્રણ માટે એક કરતાં વધુ રસ્તાઓ ક્રોસ થતા હોય તેવી જગ્યાએ ટ્રાફિક સિગ્નલ...
એક પરમ દાનવીર શેઠ હતા.વેપાર બહોળો હતો અને અઢળક પૈસા કમાતા,શેઠ પૈસાથી શ્રીમંત હતા અને દિલથી પણ શ્રીમંત હતા.સતત તેઓ દાનની ગંગા...
સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીએ સમાધિ પ્રાપ્ત કરી અને આપણને સૌને દુઃખી કર્યા. તેમનું જીવન માનવતાના ઉત્થાન માટે અવિરત પ્રતિબદ્ધતાથી...
ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામ મંદિરના શિલાન્યાસ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘’તેમણે (કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા આચાર્ય પ્રમોદ...
રશિયાના સૌથી પ્રખ્યાત વિપક્ષી નેતા, એલેક્સી નેવલની, આર્કટિક જેલ કેમ્પમાં મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો આઘાતજનક છે, પરંતુ સંપૂર્ણપણે અનપેક્ષિત નથી. તે છેલ્લા...
બિહાર: બિહારના (Bihar) લખીસરાય જિલ્લામાં (Lakhisarai District) એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Accident) નવ લોકોના મોત (Death) થયા છે. જ્યારે પાંચ લોકો ગંભીર...
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં (Pakistan) નવી સરકારનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. 12 દિવસ પછી નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને બિલાવત...
નવી દિલ્હી: ખેડૂતો (Farmers) આજે ફરી દિલ્હી કૂચ (Delhi march) શરૂ કરી છે. પોતાની માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો અને...
ફતેગંજ વિસ્તારમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને પોલીસે પકડ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી જો કે તેના થોડા જ...
વકીલ સાથે પાર્કિંગ બાબતે ચકમક થતા યુવકે આખરે ભાગી છુટવું પડ્યું કોર્ટ સંકુલ માં પ્રેસ લખેલી કારમાં વિદેશી દારૂની બોટલ મળી આવતા...
ચાલુ સ્કૂલે સ્લેબનો પોપડો તૂટી પડતા વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત શિક્ષણ વિભાગની બેદરકારી છતી થતા વાલીઓમાં આક્રોશ વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલી શાહ.એન.બી.હાઈસ્કૂલમાં સ્લેબનો...
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો : પારુલ યુનિવર્સીટી અગાઉ પણ ઘણા કિસ્સામાં વિવાદમાં ઘેરાયેલી જોવા મળી હતી : ( પ્રતિનિધિ )...
ભારત સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કિવી ટીમ માટે ડેરીલ મિશેલ અને વિલ યંગે અડધી સદી ફટકારી હતી. મિશેલે 129 બોલમાં 82 રન અને યંગે 138 બોલમાં 71 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 અને વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. આકાશ દીપને એક વિકેટ મળી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમાઈ રહી છે. કિવી ટીમે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપથી પોતાને બચાવવા મેદાનમાં ઉતરી છે. ન્યુઝીલેન્ડે બેંગ્લોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ આઠ વિકેટે અને પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ 113 રનથી જીતી હતી. ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 235 રનમાં સમેટાઈ ગયો હતો. કિવિઝ તરફથી ડેરિલ મિશેલે સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. આ સિવાય વિલ યંગે 71 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પાંચ અને વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ લીધી હતી. આકાશ દીપને એક વિકેટ મળી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પહેલો ઝટકો 15ના સ્કોર પર લાગ્યો હતો. આકાશ દીપે ડેવોન કોનવેને LBW આઉટ કર્યો હતો. તે ચાર રન બનાવી શક્યો હતો. આ પછી કેપ્ટન ટોમ લાથમે વિલ યંગ સાથે 44 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી વોશિંગ્ટન સુંદરે તોડી હતી. તેણે લાથમને ક્લીન બોલ્ડ કર્યો હતો. લાથમ 28 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સુંદરે રચિન રવિન્દ્રને પણ ક્લીન બોલ્ડ કર્યો હતો. તે પાંચ રન બનાવી શક્યો હતો. સુંદરે સતત ત્રણ ઇનિંગ્સમાં ત્રીજી વખત રચિનને આઉટ કર્યો હતો.
રચિનના આઉટ થયા બાદ યંગે ડેરિલ મિશેલ સાથે ચોથી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન યંગે તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી અડધી સદી ફટકારી હતી. આ ભાગીદારી રવિન્દ્ર જાડેજાએ તોડી હતી. જાડેજાએ કિવી ઇનિંગ્સની 44મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે પહેલા યંગને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ટોમ બ્લંડેલ ક્લીન બોલ્ડ થયો હતો. યંગે 71 રનની ઇનિંગ રમી હતી. બ્લંડેલ ખાતું પણ ખોલી શક્યો ન હતો. આ પછી જાડેજાએ ગ્લેન ફિલિપ્સને પણ ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 17 રન બનાવી શક્યો હતો.
આ પછી જાડેજાએ આ ઇનિંગમાં બીજી વખત એક ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે કીવી ઈનિંગ્સની 61મી ઓવરમાં ઈશ સોઢી અને મેટ હેનરીને પેવેલિયન મોકલ્યા હતા. સોઢી એલબીડબ્લ્યુ આઉટ થયો હતો જ્યારે હેનરી ક્લીન બોલ્ડ થયો હતો. સોઢીએ સાત રન બનાવ્યા હતા, જ્યારે હેનરી ખાતું પણ ખોલી શક્યો નહોતો. વોશિંગ્ટન સુંદરે ડેરીલ મિશેલ અને એજાઝ પટેલ (7)ને આઉટ કરીને ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સને 235 રનમાં સમેટી દીધી હતી.