સુરત: ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુ પાછી મળવાની કોઈ આશા હોતી નથી, પરંતુ જ્યારે તે વસ્તુ મળે ત્યારે આનંદ અનુભવાય છે. વળી, ચોરાયેલી...
મુંબઈ: આજે તા. 13 માર્ચને બુધવારનો દિવસ શેરબજાર માટે ખરાબ રહ્યો હતો. સવારે પહેલાં સેશનમાં બજાર સારું રહ્યું હતું. તમામ શેર્સ ગ્રીન...
સુરત: મૂળ બનાસકાંઠાનાં પાલનપુરનો વતની અને મુંબઈના BKC હીરા બજારમાં વેપાર કરતો હીરા વેપારી 70 કરોડમાં ઊઠી જતાં સુરતના હીરા ઉદ્યોગમાં ચકચાર...
નવી દિલ્હી: બે દિવસના દબાણ બાદ આજે બુધવારે સ્થાનિક બજારે (local market) રાહતનો શ્વાસ લીધો હતો. વૈશ્વિક બજારના (Global Market) સમર્થનના કારણે...
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં અને દેશના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલની નિશાની જોવા મળી રહી છે. ભાજપની નીતિ રહી છે કે જે રાજ્યમાં તેની...
રાજનીતિમાં ખાસ કરીને આપણા દેશમાં કંઈ જ કહી શકાય નહીં.કોઈ કોઈનું દોસ્ત કે કોઈ કોઈનું દુશ્મન હોતું નથી.બસ નેતાઓ પાસેથી લોકો બીજું...
આજે 21મી સદીમાં કમ્પ્યુટર લેપટોપની કી બોર્ડની લેખન માટે વધતી જતી ઉપયોગિતાથી લેખનની પ્રવૃત્તિમાં ઓટ આવી શકે છે, જેના કારણે સુંદર મરોડદાર...
નવી દિલ્હી: શિક્ષણ વિભાગના (Department of Education) અધિક સચિવ કે.કે.પાઠકની (K.K Pathak) કડકાઈ છતાં બિહારનું શિક્ષણ વિભાગ (Education Department of Bihar) સુધરતું...
અખબારમાં સમાચાર વાંચ્યા બાદ જણાવવાનું કે કોઈ વ્યક્તિ અથવા ભારતમાં રહેનાર વ્યક્તિ પેપર લીક કરશે તો તેને ઓછામાં ઓછી દશ વર્ષની સજા...
એક શેઠનો યુવાન દીકરો લાડકોડમાં ઉછર્યો તેને કારણે ખૂબ જ આળસુ ,પ્રમાદી ,વ્યસની અને મિજાજી હતો. શેઠને દિન રાત ચિંતા સતાવતી હતી...
સંયુક્ત રાષ્ટ્રવિકાસ સંસ્થા દર વર્ષ માનવવિકાસ અંગેનો અહેવાલ બહાર પાડે છે. આ અહેવાલમાં વિશ્વના દેશોનો માત્ર આર્થિક નહીં પણ સામાજિક રીતે કેટલો...
2023ની વિધાનસભા ચૂંટણી પછી કર્ણાટક અને તેલંગાણામાં ભાજપના નબળા પ્રદર્શન અને કૉંગ્રેસની મોટી સફળતા માટે કથિત ‘ઉત્તર-દક્ષિણ રાજકીય વિભાજન’ને દોષી ઠેરવવામાં આવ્યો...
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) સંસદમાં પસાર થયાના પાંચ વર્ષ પછી આ સોમવારે લાગુ કર્યો. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની...
નવી દિલ્હી: બાવન બુટી કલાને (Fifty-two booty art) આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનાર પદ્મશ્રી (Padmashri) કપિલ દેવ પ્રસાદનું (Kapil Dev Prasad) આજે નિધન...
ગાંધીનગર: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91 હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધથી (Russia-Ukraine War) લઈને વિવિધ મુદ્દાઓ પર વિશ્વભરમાં ઉથલપાથલ મચી ગઇ છે. તેમજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime...
સુરતના લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં હાલના સમયમાં દીકરા...
નડિયાદ પાલિકાને ટેક્સમાંથી 27.59 કરોડ મળવાનો અંદાજ નડિયાદ નગરપાલિકાની વર્ષ 2024-25નુ 46.60 લાખની પુરાંત દર્શાવતુ બજેટ સર્વાનુમતે મંજૂર નડિયાદ નગરપાલિકાની મંગળવારના રોજ...
સ્લબ ભરતા સમયે સુરક્ષાના કોઇ નિયમનું પાલન કરાયું નહતું નડિયાદમાં મરીડા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાછળ આવેલ અદનાપાર્ક સોસાયટીમાં નવનિર્માણ મકાન ધરાશાઈ...
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો, કારેલીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઇ1.35 લાખના વિદેશી દારૂ, મોબાઇલ અને રોકડ સહિત 2.14 લાખનો મુદ્દામાલ કબજે, અન્ય...
કરમસદ અને તારાપુર ખાતે અનઅધિકૃત વ્યક્તિ દ્વારા માસ કોપી કરાવતા પકડાયા આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના બીજા દિવસે માસ કોપીનો કેસ સામે આવ્યા...
શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા બાગમાં રમત-ગમતના સાધનોમાં મુકેલી સ્લાઇડીંગના હોલમાં એક બાળકના પગની આંગળી ફસાઇ જતા તેને કપાવવાની નોબત આવી છે. આ...
રાજાશાહી ઠાઠથી શરુ થયેલી નવી કલેકટર કચેરીના ઉમળકામાં કર્મચારીઓ જવાબદારી ભૂલ્યા? નવી યાદી છે કે જૂની તે બાબતે અનેક પ્રશ્નો અનેક મહિનાના...
સતત અસુવિધાઓના કારણે સયાજી હોસ્પિટલ સુરખીઓમાં જનરેટર હોવા છતાં પણ લીફ્ટ બંધ રહી વડોદરા, તા. ૧૨ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી...
વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ મેડિકલ કાર્ડ ધરાવે છે તેઓ માટે ઓપીડી બાદ દવા લેવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમો 1...
કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને લઈને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે દેશભરમાં CAA લાગુ કરવામાં આવ્યો...
ઉમરગામ: (Umargam) ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન ફ્રેટ કોરિડોરનું (Railway Station Freight Corridor) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન...
વલસાડ: (Valsad) સમગ્ર ગુજરાતમાં (Gujarat) યુવા વયે હ્રદય રોગના હુમલા (Heart Attack) ચિંતાજનક બની રહ્યા છે. જેમાં વલસાડ પણ હવે બાકાત નથી....
નવી દિલ્હી: અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પોતાના બોલ્ડ નેચર (Bold nature) માટે જાણીતી છે. તે લોકોમાં પોતાના મંતવ્યો જણાવવામાં બિલકુલ અચકાતી...
ગુજરાતના (Gujarat) પોરબંદરના (Porbandar) દરિયામાંથી સર્ચ ઓપરેશન (Search Operation) દરમિયાન 6 પાકિસ્તાની ઝડપાયા છે. ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડ અને NCBના સંયુક્ત...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.