નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) LIC કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. લગભગ 1 લાખ કર્મચારીઓ અને 30 હજાર પેન્શનધારકોને...
શહેરના મનુભાઈ ટાવરમાં સાતમાં માળે આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી બનાવની જાણ થતા ફાયર વિભાગના લશ્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા...
બંગલે કામ પર જવાનું કહીને ઘરે નીકળ્યા બાદ પરત ફરી જ નહી વડોદરાના સમા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ઘરમાં ફોઇને બંગલે...
વડાપ્રધાન નરેન્દ્ર (Narendra Modi) મોદીએ મેરા ભારત, મેરા પરિવાર અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો (Video)...
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલા સિદ્ધી વિનાયક પ્લાઝાની બાજુમાં અન્ય સાઇટનું બાંધકામ ચાલી રહ્યું હતું દરમિયાન બાંધકામ પાયાનું ખોદકામ કરતા ફ્લેટની...
સુરત(Surat) : ટેન્કરમાંથી પેટ્રોલ, ડીઝલ અને ઓઈલની ચોરીના કિસ્સા તો સાંભળ્યા હતા પરંતુ સુરત પોલીસે એક એવા કૌભાંડના પર્દાફાશ કર્યો છે, જે...
નવી દિલ્હી: દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં (Ladakh) હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લદ્દાખ સામાન્ય રીતે શાંતિપૂર્ણ પ્રદેશ છે. પરંતુ...
મોદી સરકારે ફરી એકવાર આતંકવાદ પર મોટી કાર્યવાહી કરી છે. મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (Jammu and Kashmir Liberation Front) (મોહમ્મદ...
મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના રાજકારણમાંથી (Politics) એક મોટા સમાચાર સામે આવ્યા છે. MNS પ્રમુખ રાજ ઠાકરે NDAમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના હવાલાથી...
સુરત: ચેમ્બર દ્વારા સુરતમાં યોજવામાં આવેલા પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એક્ઝિબિશનમાં રૂપિયા 5 લાખથી લઇને રૂપિયા 5 કરોડની કાર અને...
સાત વર્ષનો કુણાલ છેલ્લા થોડા મહિનાઓથી બહુ બદલાઈ ગયો છે. વાતે વાતે ઇરીટેટ થવું, પેરેન્ટસની વાત ન માનવી, મનઘડંત વાતો કરવી આ...
િબંદુબેન કચરા ‘દોષ કાનમાં કહેવા, ગુણ ગામમાં ગાવા’ આ વિચારસૂત્ર વિનોબાભાવે પ્રેરિત છે. પ્રત્યેક માનવી ગુણદોષનો સરવાળો છે. દરેકમાં નાના-મોટા કોઇ દોષ...
સુરત(Surat): સુરત મહાનગર પાલિકાના (SMC) વોર્ડ નં.30 સચિન-ઉન-આભવા-કનસાડ વિસ્તારમાં આવતા કનસાડ (Kansad) ગામમાં દર વર્ષે ચોમાસામાં (Monsoon) આવતા મીંઢોળા (Mindhola) નદીના પૂરથી...
વહાલા વાચક મિત્રો,જિંદગીની રફતારમાં વધુ એક શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયું અને નવા શૈક્ષણિક વર્ષ 2024-2025ની શરૂઆત થવા જઈ રહી છે. 23-24 નાં...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Chief Minister Arvind Kejriwal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઇડી (ED) દ્વારા દારૂ ગોટાળા મામલે સમન્સ...
તમારી મેકઅપ કીટમાં ન્યૂડ લિપસ્ટિક રાખો છો? જો ના, તો હવે ખરીદી લો. ન્યૂડ લિપ કલરમાં વેલ્વેટ ફિનિશ, લિક્વિડ કે ક્રિમી ટેકસચરની...
સુરત: બુધવારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર લેન્ડ થયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની (AirIndiaExpress) શારજાહ-સુરત ફ્લાઇટ (SharjahSuratFlight) રન-વેથી પાર્કિંગ એપ્રન વિસ્તારમાં...
ચૂંટણી પૂર્વે રાજ્યની વિવિધ અદાલતોમાં 31 ન્યાયાધીશોની બદલી ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે તે પૂર્વે રાજ્યની વિવિધ અદાલતોમાં 31 ન્યાયાધીશોની બદલીનો...
હેરીટેજ ઇમારતોની શોભા વધારવા માટે વડોદરા શહેરના મધ્યમાં બનેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની પાલિકાની હિલચાલ સામે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન...
માંજલપુર પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 5 દિના રિમાન્ડની માગણી કરી માંજલપુરના રહીશ પાસેથી 29.75 લાખ ગોવામાં પ્રોજેક્ટ શરૂ કરવાના બહાને પડાવ્યાં...
ગોત્રી યશ કોમ્પ્લેક્ષ પાસે કોન્ક્રીટ મીક્ષર મશીનના ચાલકે કારને અડફેટે લીધી અકસ્માત સર્જી ચાલક સ્થળ પરથી ફરાર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા...
નશાની લત અને દેવું વધી જતા પતિએ આપઘાત કર્યો હતો. વડોદરા, તા. ૧૫ નશાની લત્ત અને દેવું વધી જતા અંતિમ પગલા રૂપે...
મકરપુરામાં સેવઉસળનો ધંધો કરતા યુવકને મહિલાએ તૂ મારા રૂપિયા નહી આપે તો અમે બધા ભેગા મળી તને મારી નાખીશુ તેવી ધમકી આપી મકરપુરા પોલીસે...
આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સમાં ગુજરાતમાંથી બે બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે ત્યારે પાર્ટી દ્વારા વડોદરાથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં...
અન્ય મહિલાએ હિંમત આપતા આખરે ભોગ બનનાર મહિલાએ અભયમની મદદ લીધી આરો પ્લાન્ટ ચલાવતો યુવક તે જ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં...
ગાંધીનગર: (Gandhinagar) પ્રાકૃતિક ખેતીની (Natural Farming) દષ્ટિએ ગુજરાતમાં 9 લાખ ખેડૂતોએ (Farmers) પ્રાકૃતિક ખેતી અપનાવી લીધી છે. આ વર્ષે રાજ્યમાં રાસાયણિક ખાતરના...
સુરત: રાજ્યમાં હાલ ધો. 10 અને ધો. 12 બોર્ડની એક્ઝામ (Board Exam) ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી પરીક્ષા...
આ વર્ષે જૂન મહિનામાં T20 વર્લ્ડ કપનું (T20 World Cup) આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. આ વખતે...
નવી દિલ્હી: ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંગે અમેરિકાની ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય...
લોકસભા ચૂંટણીની (Loksabha Election) તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શુક્રવારે દક્ષિણ ભારતના પ્રવાસે છે. પીએમ મોદી કેરળ, તેલંગાણા અને તમિલનાડુની...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.