Latest News

More Posts

વડોદરા શહેરમાં વીજ ચોરી સામે MGVCL એ લાલ આંખ કરી


વડોદરા શહેરના MGVCLના માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં આશરે વીજ કંપનીની 27 ટીમો દ્વારા પાંચ ફીડર હાથીખાના ,સરસીયા તળાવ, ફતેપુરા, જુબેલીબાગ અને બાજવાડામાં વીજ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 625 જેટલા વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી 32 કનેક્શનમાંથી અંદાજિત 30 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી.


આ ડ્રાઈવના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો. જ્યાં શહેરના પાણીગેટ રોડ દૂધવાળા મોહલ્લો, ચુંડીવાલા ગલી, ભદ્ર કચેરી રોડ, છીપવાડ, ચાબુક સવાર મોહલ્લા, પટેલ ફળિયા એક બે ,યાકુતપુરા મિનારા કોમ્પ્લેક્સ, સરસીયા તળાવ રોડ, ચોરા પાસે બુમલા વાડી ગલી ,રેશમાલાનો ખાચો , અંબા માતાનો ખચો ,ધૂળ ધોયા વાળ, ફતેપુરા, હાથી ખાના ,ભાડવાળા, મીઠા ફળિયા, ઉમદા ફળિયા, ગેંડા ફળિયા, રાવત શેરી, ખારી તલાવડી, કુંભારવાડા સહિત ના વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથે વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હાથી ખાના ફીડરમાંથી 3.82 લાખ, સરસયાત તળાવ ફીડરમાંથી 7.42 લાખ, જુબેલીબાગ ફીડરમાંથી 11.50 લાખ, ફતેપુરા ફીડરમાંથી 6.47 લાખ અને બાજવાડા ફીડરમાંથી 0.83 લાખ મળી કુલ રૂપિયા 30.4 લાખની વીજચોરી ઝડપાઈ હતી. આ અંગે વીજ કંપનીની ટીમોએ વીજ અધિનિયમ મુજબ કાર્યવાહી કરી હતી. વીજ અધિનિયમ 2003 ની કલમ 135 મુજબ ગ્રાહકને દંડ પોલીસ કેસ અને દીવાનીદાઓ કરવામાં આવે છે કલમ 135 માં પોલીસ કેશ થાય છે અને કંપનીની ગણતરી પ્રમાણે મોટો દંડ થાય છે આ સાથે જ દીવાની રાહે પૈસા વસૂલ કરવા કંપની કેસ દાખલ કરે છે અને ગ્રાહક દંડ ભરે નહીં તો તેનું વીજ કનેક્શન કાપી નાખવામાં ની કાર્યવાહી કરવામાં આવશે.

To Top