Latest News

More Posts

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રવિવારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કૈલાશ ગેહલોતે પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના સીએમ આતિશીને મોકલી આપ્યું છે. દિલ્હીના સીએમ આતિશીએ ગેહલોતનું રાજીનામું સ્વીકારી લીધું છે.

ગેહલોતે કેજરીવાલને પત્ર મોકલીને તેમના પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. પોતાના રાજીનામા પત્રમાં તેમણે યમુનાની સફાઈ અને શીશમહેલના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો છે. ગેહલોતે પત્રમાં લખ્યું છે કે અમે છેલ્લી ચૂંટણીમાં યમુનાને સાફ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ સફાઈ થઈ નથી, અમે અમારું વચન પૂરું કરી શક્યા નથી.

પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે તેમના મંત્રી પદ તેમજ ‘આપ’ના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ગેહલોતે પત્રમાં આરોપ લગાવ્યો છે કે જે ઈમાનદાર રાજનીતિના કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા તે હવે રહી નથી. તેમણે પાર્ટીના કન્વીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનને ‘શીશમહલ’ ગણાવીને અનેક આરોપો પણ લગાવ્યા છે.

દિલ્હીના મંત્રી અને AAP નેતા કૈલાશ ગેહલોતે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, “શીશ મહેલ જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો છે, જે હવે દરેકને શંકામાં નાંખી રહ્યા છે કે શું આપણે હજુ પણ આમ આદમી તરીકે છીએ… તે હવે સ્પષ્ટ છે કે જો દિલ્હી સરકાર તેનો મોટાભાગનો સમય કેન્દ્ર સામે લડવામાં સમય વિતાવે તો મારી પાસે AAP સાથે અલગ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.”

કૈલાશના રાજીનામા પર AAPએ શું કહ્યું?
AAPએ કહ્યું, ‘કૈલાશ વિરૂદ્ધ ઈડી અને ઈન્કમ ટેક્સના ઘણા કેસ પેન્ડિંગ હતા. ઈડી અને ઈન્કમટેક્સ દ્વારા કૈલાશ ગેહલોત પર ઘણા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમની પાસે ભાજપમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ ભાજપનું ગંદુ ષડયંત્ર છે. ભાજપ ED અને CBIના બળ પર દિલ્હીની ચૂંટણી જીતવા માંગે છે. AAP દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના મોટા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે.

To Top