કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ બેટિંગ કરતી વખતે તેના કારકિર્દીનો એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ 47.5 ઓવરમાં 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ઇનિંગની શરૂઆત કરતા રોહિતે 27મો રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સાથે જોડાયો હતો.
રોહિતે 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા
દક્ષિણ આફ્રિકા સામેની આ ત્રણ મેચની ODI શ્રેણીમાં રોહિત શર્માનું બેટિંગ ફોર્મ પ્રભાવશાળી રહ્યું છે. ત્રીજી મેચમાં તેના 27 રન તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન સુધી લઈ ગયા. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી પછી રોહિત આ સિમાચિહ્ન હાંસલ કરનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 4,301 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4,231 રન બનાવ્યા છે. તેણે વનડેમાં ૧૧,૪૮૦ થી વધુ રન પણ બનાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
સચિન તેંડુલકર – ૩૪,૩૫૭ રન
વિરાટ કોહલી – ૨૭,૯૧૦ રન
રાહુલ દ્રવિડ – ૨૪,૦૬૪ રન
રોહિત શર્મા – ૨૦,૦૧૮* રન
સૌરવ ગાંગુલી – ૧૮,૪૩૩ રન
20,000 રનનો આંકડો પાર કરનાર માત્ર 14મો ખેલાડી
રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે જે ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર માત્ર ૧૪મો ખેલાડી બન્યો છે. રોહિતે તેની ૫૩૮મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તે હવે એબી ડીવિલિયર્સને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૩મો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. રોહિતે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારી છે.